વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ ના રામજી મઁદિરે કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની 874 મી દેવી ભાગવત કથાનો આજે મઁગલ પ્રારંભ થયો હતો જેનું દીપ પ્રાગટ્ય ધર્મઆચાર્ય પૂજ્ય પ્રભુદાદા તથા ગુજરાત રાધેશ્યામ પરિવાર ના પ્રમુખ અશોકભાઈ ગજેરા ના હસ્તે કરવામાં આવ્યુ હતું, આ પ્રવેશ યુવરાજસિંહ બેસાનિયાના નિવાસેથી પોથી યાત્રા પ્રસ્થાન થઇ હતી જેમાં રામજી મઁદિર ટ્રસ્ટ,, મહિલા મન્ડલ, અને જાયન્ટ ગ્રુપ ઓફ ખેરગામ ના ભાઈ બેહનો જોડાયા હતા આજે કથામાં ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, અને વાપી થી મુકેશ સિંહ ઠાકુર પધાર્યા હતા એમનું સ્વાગત ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ટેલર, અનિલભાઈ કાપડિયા, અને અલ્પેશભાઈ ગજ્જરે કર્યું હતું,કથાનું મઁગળચરણ કરતા પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતું કે આંસુરી શક્તિ ઉપર દૈવી શક્તિ ના વિજય નું પર્વ નવરાત્રી છે કલિયુગમાં માઁ નું શરણ કરનાર અભય બની જાય છે, કથાકાર મિતેશભાઈ જોશી વલસાડ વાળા એ ચંડી યજ્ઞ સંપન્ન કર્યો હતો, અંતમાં 108 દીવડા ની મહા આરતી સાથે કિશન પ્રફુલભાઇ શુક્લ કેનેડા તરફથી પ્રસાદ આપવામાં આવ્યો હતો.