BHARUCH
તળાવમાં માછલી પકડવા ગયેલા યુવકનું મોત:જંબુસરના કાવા ગામના ઉતવાડિયા તળાવમાં યુવક ડૂબ્યો, ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યો


સમીર પટેલ, ભરૂચ
જંબુસર તાલુકાના કાવા ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ગામના ઉતવાડિયા તળાવમાં માછલી પકડવા ગયેલા યુવકનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે.
મૃતક સતીશ રામાભાઈ રાઠોડ કાવા ગામનો રહેવાસી હતો. તે ગામમાં આવેલા ઉતવાડિયા તળાવમાં માછલી પકડવા ગયો હતો. આ દરમિયાન અચાનક તે ઊંડા પાણીમાં ગરક થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ તળાવમાંથી સતીશના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
જંબુસર પોલીસને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લીધો હતો. ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.



