દાહોદ તાલુકાના કતવારા ગામે ભ્રષ્ટાચાર ના આરોપો સાથે રસ્તા નું કામ બંધ કરાવતા ગ્રામજનો

તા.૦૯.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના કતવારા ગામે ભ્રષ્ટાચાર ના આરોપો સાથે રસ્તા નું કામ બંધ કરાવતા ગ્રામજનો
કાતવારા આગાવાડા તેમજ કુંદન પૂર રોડ ના નવીન આરસીસી રોડ નું કામ કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવી રહ્યું હતું જોકે કોન્ટ્રાકટર દ્વારા બિલકુલ હલકી ગુણવત્તા નું મટીરિયલ વાપરી ને આ રસ્તા નું કામ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો સાથે ગ્રામજનો એ નવીન માર્ગ નું કામ બંધ કરાવ્યું કોન્ટ્રાકટર દ્વારા જૂના ડામર માર્ગ નું ખોદકામ કર્યા વગરજ તેના ઉપર આરસીસી રોડ નું કામ શરૂ કરાતા ગ્રામજનો રોષે ભરાયા જૂના માર્ગ ના ખોદકામ વગર નવીન માર્ગ નું કામ કરવામાં આવતા વરસાદ માં દુકાનો તેમજ ઘરો માં પણ પાણી ભરાઈ જશે તેવો ગ્રામ જનો નો આક્ષેપ ટેન્ડર પ્રક્રિયા ની ઘોર અવગણના કરી ને કોન્ટ્રાકટર કામ કરતા હોવાનો ગ્રામજનો નો આક્ષેપ ગ્રામજનો એ ભેગા થઈ કામ બંધ કરી દેતા કોન્ટ્રાકટર પણ જગ્યા છોડી ને જતા રહ્યા





