BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

વાલિયા: નદી- નાળાં છલકાયાં, અનેક પરિવારો લાચાર

વાલિયા તાલુકામાં વરસેલા 18 ઇંચ વરસાદમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. વાલિયાને અન્ય નગરો તથા ગામડાઓ સાથે જોડતાં માર્ગો પર વરસાદ તથા નદીના પાણી ફરી વળ્યાં હતાં. ભારે વરસાદમાં કાચા મકાનોમાં રહેતાં લોકોની હાલત દયનીય બની હતી. ભારે વરસાદના પગલે લોકોને જીવના જોખમે આખી રાત પસાર કરી હતી. ડહેલી ગામના સ્કૂલ નજીકનું ફળિયું આખું જળમગ્ન થયું હતું .લોકોના ઘરમાં બે ફૂટ ઉપર પાણી ભરાય ગયા હતા .જેથી ફળિયાના લોકોના ઘરની ઘરવખરી પાણીમાં પલળી જતા ઓઢવા પાથરવાના તેમજ પહેરવાના કપડાના ફાંફા પડી ગયા હતા .સતત વરસતા વરસાદથી લોકોને ઘરમાં પાણી આવી જતા ઉપર અને નીચે પાણી જ પાણી થઇ જતા ક્યા જવું તે કઈ સમજ નોતી પડતી.

સમીર પટેલ….ભરુચ

Back to top button
error: Content is protected !!