
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૧ જુલાઈ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના સતત પ્રયાસો,રાજ્યના મુખ્ય શિક્ષકોની ચિંતન બેઠકો,શિક્ષણ મંત્રીશ્રીઓ,શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠકો અને અમદાવાદ ખાતે ABRSM ગુજરાતની રાજય કારોબારી બેઠકમાં શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોર ની જાહેરાત બાદ ગઈકાલે એચ.ટાટ મુખ્ય શિક્ષકોના નિયમો ગઈ કાલે જાહેર થયા હતા.નિયમોની જાહેરાત થતા સમગ્ર જીલ્લા માં મુખ્ય શિક્ષક(HTAT) તરીકે ફરજ બજાવતા શિક્ષકોમાં આનંદની લાગણી ફેલાઇ છે.એચ.ટાટ સંવર્ગના બાકી પ્રશ્નો પણ ABRSM-ગુજરાત રાજય સંગઠન દ્વારા ઉકેલ લાવે તેવી પણ લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.શિક્ષણ વિભાગના આ નિર્ણય ને કચ્છ જિલ્લા ના મુખ્ય શિક્ષકો(એચ.ટાટ) વતિ મુખ્ય શિક્ષક(એચ.ટાટ) શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ ભરતભાઇ ભુરિયા,મહામંત્રી અમરાભાઈ રબારી,મહિલા ઉપાધ્યક્ષ રંજનબેન સંજોટ, મહિલા મંત્રી શિલ્પાબેન શાહ,પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ રામસંગજી જાડેજા અને મહામંત્રી રમેશભાઇ ગાગલ દ્વારા આવકારાયો હતો. તેમજ મુખ્ય શિક્ષક(એચ.ટાટ) શૈક્ષિક મહાસંઘ ગુજરાત અધ્યક્ષ નાથુભાઈ ગોયા,મહામંત્રી હરેશભાઇ રાજ્યગુરૂ, સંગઠન મંત્રી અંકુરભાઈ દેસાઈ,ચિરાગભાઈ પટેલ,પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત અધ્યક્ષ ભીખાભાઇ પટેલ અને મહામંત્રી અનિરુદ્ધસિંહ જાડેજા,રાજય સરકાર,શિક્ષણ મંત્રીશ્રીઓ,શિક્ષણ વિભાગ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત નો પરિણામલક્ષી રજુઆતો બદલ આભાર પ્રગટ કર્યો હતો તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશભાઈ દેસાઈની યાદીમાં જણાવાયું હતું.






