GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

માછીમારીમાં ક્યારેક”વિમો” માટે “વિમો” જરૂરી

 

જામનગરના અનવર સંઘાર દ્વારા મુદાસર રજુઆત

 

જામનગર (ભરત ભોગાયતા)

દરિયાખેડુ ખૂબ જોખમ ખેડી માછીમારી કરતા હોય અને પરીવારનું ગુજરાન ચલાવતા હોય છે જો કે ખેત ઉત્પાદનમાં અમુક વખતે બને છે તેમ  ખેડૂત કરતા ખેતીનુ ઉત્પાદન ખરીદી સંગ્રહ કરી વેંચનાર કે હોલસેલરને વધુ ફાયદો થાય છે માછીમારીમાં પણ એવુ થાય શકે છે મછવારા જુદા જુદા શી ફુડ જીવોને  શોધે, પકડે , સલામત રીતે અને સાચવીને કિનારે લાવે અને વેંચે ત્યારે દર વખતે પુરી કિંમત ન પણ મળે કેમકે શી ફુડ બિઝનેશ ખૂબ જ વધ્યો છે તે વ્યવસ્થા મોટા વેપારીઓ અને હોલસેલરો જ જાળવી શકે માટે એકંદર માછીમારોને મજુરી જેવુ આવક મળે તેની સામે સલામતીના કડક નિયમોના પાલન  તેમજ કુદરતી થપાટોથી નુકસાન ભોગવવુ પડે કૌટુંબિક પારીવારીક સામાજીક જીવન એકસરખુ જીવી ન શકે અને એકંદર જોખમી કામ તો ખરૂ જ માટે માછીમારો માટે આવકની નિશ્ર્ચિતતા નુ તંત્ર વિકસે તેમના પરીવાર માટે વિમા યોજના દાખલબથાય  તેમજ શિક્ષણ આરોગ્ય સલામતી આવાસ બેરોજગારી સમયમાં ટેકારૂપ ભથ્થુ આજીવીકા સપોર્ટ કરે તેવુ પેન્શન ઉપરાંત સરકારી યોજનાઓના માર્ગદર્શન અને લાભ લેવાનુ નિયમિત તંત્ર વિકસાવાય માછીમારોને ટેકનોલોજી દરિયાની  હાલની વિવિધતા  તેમજ નિયમો  કાયદા કાનૂન વગેરેનુ માર્ગદર્શન તેમના પરીવારને જરૂરી માર્ગદર્શન સમજણ માહિતી સહાય લાભ વગેરે સમયે સમયે મળે તેના માર્ગદર્શન  તેમજ મછવારોને સામાજીક સ્તર વિકસાવવાની તક તેમજ ધંધામાં સલામતી અને સપોર્ટ વગેરે જરૂરી છે આ બાબતે જામનગર ના સામાજીક કાર્યકર તેમજ ભાજપ લઘુમતિ મોરચાના પુર્વ ઉપપ્રમુખ જામનગર વોર્ડ નં ૧ માછીમાર એસો.ના પ્રમુખ આરટીઆઇ એક્ટીવીસ્ટ અનવર સંઘારે સરકારમાં રજુઆત કરી છે

Back to top button
error: Content is protected !!