GUJARATRAJKOTRAJKOT CITY / TALUKOVINCHCHHIYA

Vinchchhiya: વિછીયાના ખેડુત પરિવારના બે સગા ભાઈ બહેનો ડોક્ટર બનશે પાંચાળ વિકાસ બોર્ડ દ્વારા ભવ્ય

તા.૩૦/૧૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Vinchchhiya: વિછીયા તાલુકાના વાંગધ્રાi ગામમાં ખેડૂત કોળી સમાજના મનીષભાઈ કેશુભાઈ બારૈયાના દીકરા નિશાન મનીષભાઈ બારૈયાએ પોતાની અથાગ મહેનત અને પરિશ્રમથી વડોદરા ખાતે સરકારી મેડીકલ કૉલેજમાં એમ બી બી એસમાં સફળતાં પૂર્વક પ્રથમ વર્ષમાં એડમિશન મેળવ્યું છે અને મોટી બહેન કવિતા મનીષભાઈએ રાજકોટ સ્થિત કામદાર મેડીકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં બી એચ એમ એચ માં અભ્યાસ કરી રહી છે,રા

જકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના છેવાડાના નાનકડા વાંગધ્રા ગામમાંથી સફળતાના શિખરો સર કરી પરિવાર સમાજ અને ગામનું ગૌરવ વધારતા ઠેર ઠેરથી નિશાન બારૈયા અને કવિતા બારીયા ને શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ અને વિછીયા તાલુકા સમસ્ત કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ બન્ને ભાઈ બહેનને શાલ ઓઢાડી સન્માનિત કરી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!