
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા ના સુથાર કંપા વિસ્તારમાં હિંસક પ્રાણીએ પશુનું મારણ કરતા લોકોમાં ફફડાટ
મોડાસા તાલુકાના દઘાલીયા પંથકના સુથાર કંપા વિસ્તારના આકાશભાઈ તબીયાડ નામના પશુપાલકના એક પશુનું ગતરાત્રી સમયે દીપડા જેવા હિંસક પ્રાણીએ મારણ કરતા લોકોમાં ફફડાટ ફફડાટ ફેલાયો હતો.ઘટનાની જાણ દઘાલીયા ગ્રામ પંચાયતના સરપંચ હિતેશ પટેલને થતા વન વિભાગ જાણ કરી હતી.મૃતપશુનું પીએમ કરાવી પશુપાલકને મળતી સહાય આપવાનો પ્રયાસ કરવાનું જણાવ્યું હતું.




