AMRELI CITY / TALUKOGUJARATLILIYA

અમરેલી જિલ્લામાં ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરતા વિપુલ દુધાત

રિપોર્ટર ઇમરાન ખાન પઠાણ લીલીયા

અમરેલી જીલ્લામાં મનરેગાના માલ મટીરીયલ સાથેના કામોમાં થયેલ ભષ્ટ્રાચાર બાબત મુખ્યમંત્રી ને પત્ર પાઠવતા વિપુલ દુધાત

અમરેલી જિલ્લામાં મનરેગામાં થયેલ તમામ ભ્રષ્ટાચાર બાબતે જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવેલ છે જે પત્રમાં જણાવેલ છે કે ભારત સરકાર દ્રારા ગ્રામીણ શ્રમિકોને રોજગારી મળી રહે તેવા હેતુસર રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના અમલમાં છે જેમાં રોજગારી થાય તે રકમના ૪૦ ટકા માલ મટીરીયલ્સના કામો ગામડાના વિકાસ માટે ફાળવવામાં આવે છે પરંતુ અમરેલી જીલ્લાના અલગ અલગ તાલુકામાં સને-૨૦૨૧ થી ૨૦૨૪ વચ્ચેના સમયગાળામાં જે કામો થયેલ છે તેની સામે ફકત એક-બે તાલુકાના અમુક ગામોમાં જ માલ મટીરીયલ્સના કામો ફાળવામાં આવેલ છે અને જે એક-બે તાલુકાના અમુક ગામોમાં માલ મટીરીયલ્સના કામો તેમાં જવાબદાર અધિકારીઓએ જાણી જોઈ નિયમોને નેવે મુકી ભષ્ટ્રાચાર કરવા માટે ફાળવેલ છે અને જેમાં ૭ થી ૮ કરોડનો ભષ્ટ્રાચાર થયાની લોક ચર્ચા છે તેથી જો સને-૨૦૨૧ થી ૨૦૨૪ વચ્ચે થયેલ દરેક કામની સ્થળ તપાસ કરવામાં આવે તો આ કોંભાડમાં સામેલ અધિકારીઓ/એજન્સી કે અન્ય વ્યકિતઓના નામ ખુલ્લે તેમ છે જેથી ઉપરોકત બાબતે આઈ.પી.એસ. હસમુખ પટેલ ની અધ્યક્ષતામાં તપાસ કમિટીની રચના કરી તપાસ કરાવવા બાબત જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવવામાં આવેલ છે તેમ ઇમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવેલ છે

Back to top button
error: Content is protected !!