અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત પ્રાન્ત ટીમ દ્વારા મંત્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી પડતર પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાતના પ્રાંત પદાધિકારીઓ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ (પ્રાથમિક સંવર્ગ) ભીખાભાઈ પટેલ, રાષ્ટ્રીય સહ સચિવ (પ્રાથમિક સંવર્ગ) તથા પ્રાંત મહિલા ઉપાધ્યક્ષ પલ્લવીબેન પટેલ, પ્રાંત અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ, પ્રાંત મહામંત્રી પરેશભાઈ પટેલ (આણંદ), પ્રાંત સંગઠન મંત્રી સરદારસિંહ મછાર, અતરિક્ત મહામંત્રી પરેશભાઈ પટેલ (ગાંધીનગર), પ્રાંત સહ સંગઠન મંત્રી રમેશભાઈ ચૌધરી, પ્રાંત સહ સંગઠન મંત્રી તથા પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકી , પ્રાન્ત ઉપાધ્યક્ષ તથા ગ્રાન્ટેડ માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ રાજેન્દ્રભાઈ રાવલજી, પ્રાન્ત મંત્રી તથા ગ્રાન્ટેડ માધ્યમિક મહામંત્રી જિતેન્દ્ર ઠાકર તથા અન્ય પદાધિકારીઓ દ્વારા સરકાર સાથે થયેલ મંત્રણા ત્યારબાદ ની જાહેરાત અનુસાર તારીખ ૦૧-૦૪-૨૦૦૫ પહેલા નિમાયેલ શિક્ષકો તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા ઠરાવ બહાર પાડવા પ્રવક્તા તથા આરોગ્ય મંત્રી માનનીય શ્રી ઋષિકેશભાઈ પટેલ તથા મંત્રણા સમિતિના મંત્રીઓ માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, માનનીય શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબ, માનનીય શિક્ષણ મંત્રી (રાજ્યકક્ષા) શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા સાહેબ, માનનીય કેબિનેટ મંત્રી શ્રીબચુભાઈ ખાબડ સાહેબ સાથે આજની કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ સાંજે ૫-૪૫ વાગ્યા સુધી વિવિધ તબક્કાઓમાં સાથે બેઠક કરી ઝડપથી ઠરાવ થાય તે અંગે હજારો શિક્ષકોની લાગણી પહોંચાડવામાં આવી.
તારીખ ૦૧-૦૪-૨૦૦૫ પહેલાંના ઠરાવ અંગે…
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની માંગણી અન્વયે કેબિનેટ બેઠક બાદ સરકાર દ્વારા કરેલ જાહેરાત અનુસાર ઠરાવ પ્રસિદ્ધ કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. આપણી માંગણી સંતોષવામાં માનનીય મુખ્યમંત્રીશ્રીનો હર હંમેશ સકારાત્મક અભિગમ રહયો છે. પ્રવક્તા મંત્રી માનનીય શ્રી ઋષિકેશભાઇ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવેલ જાહેરાત અનુસાર ઠરાવ બહાર પડશે.
નવનિર્વાચિત પ્રાંત તથા વિવિધ સંવર્ગ ટીમના પદાધિકારીઓનો માનનીય શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબ તથા શિક્ષણ મંત્રી શ્રી રાજ્યકક્ષા પ્રફુલભાઈ પાનસેરીયા સાહેબ સાથે પરિચય
વર્તમાનમાં આણંદ ખાતે યોજાયેલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધની રાજ્ય કારોબારી તથા સામાન્ય સભામાં નવનિર્વાચિત પ્રાંત ટીમ તથા વિવિધ સંવર્ગના પદાધિકારીઓનો બંને શિક્ષણ મંત્રી સાથે વિધિવત બેઠક કરી વિસ્તૃત પરિચય કરાવવામાં આવ્યો. ।। राष्ट्र के हित में शिक्षा शिक्षा के हित में शिक्षक शिक्षक के हित में समाज।। આ ધ્યેય વાક્યને વાસ્તવમાં જ સંગઠન દ્વારા ચરિત્રાર્થ કરવામાં આવે છે. તેવું શિક્ષણમંત્રી શ્રી એ સંબોધનમાં જણાવ્યું. પ્રાંત અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ દ્વારા સરકાર સાથે સમન્વય જાળવી ધ્યેય વાક્ય અનુસાર સંગઠન કાર્ય કરતું રહેશે તથા સકારાત્મક અભિગમ સાથે સહકાર સાથે આગળ વધશે તેમ જણાવ્યું. પ્રાંત ટીમ તથા વિવિધ સંવર્ગના ૪૫ થી વધુ પદાધિકારીઓનો આ બેઠકમાં પરિચય આપવામાં આવ્યો.
વિવિધ સંવર્ગના પડતર પ્રશ્નો અંગે…
પ્રાથમિક સંવર્ગમાં નવી ભરતી પહેલા જિલ્લા ફેર બદલીનું શિડ્યુલ ઝડપથી જાહેર કરવામાં આવે તે અંગે માનનીય શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબ માનનીય નિયામકશ્રી સાથે વિસ્તૃત રજૂઆત કરી ચર્ચા વિચારણા કરવામાં આવી. સંગઠન દ્વારા આ અંગે પૂર્ણ કક્ષાના પ્રયત્નો કરવામાં આવશે.
ગ્રાન્ટેડ પ્રાથમિક સંવર્ગના પ્રશ્નો અંગે…
ગ્રાન્ટેડ પ્રાથમિક સંવર્ગના પડતર પ્રશ્નોમાં શિક્ષકોને કાયમી ફાજલનું રક્ષણ, ૪૨૦૦ ગ્રેડ પે તથા આર.ટી.ઈ. નિયમો ગ્રાન્ટેડ પ્રાથમિક લાગુ કરવા જે રજૂઆત થઈ હતી તેમાંથી આર.ટી.ઇ નિયમો ગ્રાન્ટેડ પ્રાથમિક માં લાગુ કરવાની કામગીરી અંગે સકારાત્મક નિર્ણય લેવાઈ શકે છે(HTAT આચાર્ય ની ભરતી, અને ખાલી જગ્યાઓ ભરવા માટે). આને કારણે બીજા પ્રશ્નો ઉકેલવામાં આધારભૂત સહાયતા મળશે. ફાજલના કાયમી રક્ષણ અંગેની ફાઈલ માનનીય મુખ્ય સચિવ શ્રી પાસેથી બે ત્રણ વખત પરત આવી છે. તેની માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી. નાણામંત્રી શ્રી દ્વારા આ અંગે હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો છે. માનનીય શિક્ષણ મંત્રી શ્રી દ્વારા જે કક્ષાએ ફાઈલ પેન્ડિંગ છે તેને આગળ ધપાવવા માટે ટેલિફોનિક સૂચના આપી તથા વ્યક્તિગત રસ લઈ ઘટતું કરવા ખાત્રી આપવામાં આવી છે. ગ્રાન્ટેડ પ્રાથમિક સંવર્ગના પ્રશ્નો સત્વરે ઉકેલ તે માટે આગામી સમયમાં અધિકારીશ્રીઓ સાથે બેઠક કરવાની પણ શિક્ષણ મંત્રી શ્રી દ્વારા ખાત્રી આપવામાં આવી છે. આગામી દિવસોમાં આ બેઠક યોજાશે.
ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તથા આચાર્ય સંવર્ગ…
ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા આચાર્ય તથા શિક્ષકોને ઓનલાઇન કામગીરીનું ભારણ, આચાર્ય સંવર્ગના વિવિધ મુંજવણ ઉભી કરે તેવા નિયમને કારણે પડતી તકલીફ, ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ના સામાન્ય પ્રવાહના ટાઈમ ટેબલ અંગે, બોર્ડ પરીક્ષાના દંડ તથા તેની પ્રક્રિયા પારદર્શક બને, આચાર્ય તથા જુના શિક્ષકની ભરતી ઝડપથી પૂર્ણ થાય, મંજુરમાં મહેકમ અનુસાર નિયમિત ભરતી થાય, જ્ઞાન સહાયક ની નિમણૂંકથી પડતી તકલીફ તેમજ અન્ય પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી. આગામી દિવસોમાં આ અંગે ફરીથી બેઠક કરવામાં આવશે.
સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંવર્ગની રજૂઆત અંગે..
સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંવર્ગની માંગણી અનુસાર ભરતી પહેલા બદલી કેમ્પ યોજાઈ તે અંગે શિક્ષણ વિભાગ તથા શિક્ષણ મંત્રી શ્રી સકારાત્મક છે. અનુસાર યોગ્ય કાર્યવાહી કરવા સંમતિ આપવામાં આવી. ટ્રાવેલ એનાઉન્સ અન્વયે વિસંગતતાઓ દૂર કરવા તથા માગવામાં આવતા પ્રમાણપત્ર અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી જેમાં સંકલન કરી યોગ્ય નિર્ણય લાવવા સહમતી દર્શાવવામાં આવી. સંવર્ગ દ્વારા લેટરપેડ પર કરેલ માંગણી અનુસાર તમામ પાસા ઉપર ઉપસ્થિત પદાધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી.
HTAT સંવર્ગના પ્રશ્નો અંગે…
સંગઠન તથા માનનીય શિક્ષણ મંત્રીશ્રીના સઘન પ્રયત્નોથી આજે HTAT જિલ્લા આંતરિક અંગે શિક્ષણ મંત્રીશ્રી દ્વારા આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી. આ માટે સંગઠન દ્વારા માનનીય શિક્ષણ મંત્રી શ્રી નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. બાકી પ્રશ્નોમાં જિલ્લા ફેર નું શિડયુલ તથા એચ.ટાટ આચાર્યોને પ્રાપ્ત રજા સર્વિસ બુકમાં જમા કરવા જેવી તમામ બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. આ પ્રશ્નોના ઉકેલ માટે અગાઉની જેમ સંગઠન સતત પ્રયત્નશીલ રહેશે.
અન્ય પદાધિકારીઓમાં પ્રાંત ટીમ મહિલા મંત્રી અક્ષીતાબેન જાની, પ્રચાર પ્રમુખ રાકેશભાઈ ઠાકર, વિવિધ પ્રકોષ્ઠ પ્રમુખ, ગ્રાન્ટેડ પ્રાથમિક સંવર્ગના અધ્યક્ષ ઉજવલભાઈ પટેલ, મહામંત્રી જગદીશભાઈ બારીયા, , ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના મહામંત્રી ડો. પ્રહલાદભાઈ ચૌધરી, સરકારી માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ નયનભાઈ વાજા, મહામંત્રી ચિરાગભાઈ પટેલ, ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ ચેતનાબેન ભગોરા, મહામંત્રી હિતેન્દ્રભાઈ કણજારીયા, કાર્યાલય મંત્રી તથા એચ. ટાટ. પ્રતિનિધિ ડો. પિયુષભાઈ છાપિયા તથા અન્ય જવાબદાર સૌની ઉપસ્થિતિ રહી.