
કેશોદમાં વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ દ્વારા યુવાનોમાં આરોગ્ય જાગૃતિ અને નશામુક્તિનો સંદેશ ફેલાવવા વિશાળ સ્તરે “રન ફોર હેલ્થ” તેમજ “નશા મુક્ત યુવા અભિયાન”નું આયોજન કરવામાં આવ્યું. આ સામાજિક અભિયાનમાં કેશોદની વિવિધ શાળાઓ શ્રેયસ સ્કૂલ,બી.આર.રામ એકેડમી સ્કૂલ,અલ્ટ્રા સ્કૂલ તેમજ પ્રોફેસર એકેડમી,શ્રી ડી.ડી.લાડાણી,ક્રિષ્ના સ્કૂલ ના યુવાનો સક્રિય રીતે જોડાઈ હતા, નાના–મોટા તમામ વિદ્યાર્થીઓ સુધી આરોગ્ય અને સંસ્કારનો મજબૂત સંદેશ પહોંચ્યો.કાર્યક્રમ દરમ્યાન યુવાનોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા, દૈનિક વ્યાયામ કરવા અને નશા મુક્ત સમાજ નિર્માણ માટે પ્રતિબદ્ધ થવા માટે વિવિધ માર્ગદર્શક પ્રવચનો હેતલબેન સાવલિયા સંસ્કૃત ભારતી કેશોદ શાખા પ્રમુખ તેમજ બજરંગદળ વિભાગ સહ સંયોજક વિપુલભાઈ આહીર દ્વારા પ્રેરણાદાયી સંદેશો આપવામાં આવ્યા. કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ,તેમજ વિશ્વ હિન્દુ પરિષદ ના હોદેદારો વિભાગ મંત્રી અશ્વિનસિંહ રાયજાદા, જીલ્લા અધ્યક્ષ વિઠ્ઠલભાઈ, જિલ્લા સંયોજક નિખિલભાઈ ઠાકર,તેમજ લખનભાઈ કામરીયા,શિવાંગભાઈ ભાલારા, વિશાલભાઈ ભટ્ટ,મહેશભાઈ પાનશેરીયા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ ના હોદેદારો કાર્યકરો, સમાજના આગેવાનો,વિવિધ સંગઠનો ભારત વિકાસ પરિષદ,રોટરી કલબ,આઝાદ ક્લબ ,રાધે ધૂન મંડળ તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ તકે પધારેલ તમામ નો બજરંગદળ દ્વારા આભાર વ્યક્ત કરેલ હતો
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




