વિશ્વ હિન્દૂ થરા પ્રખંડ અને બજરંગ દળ દ્વારા આતંકવાદીઓના પૂતળાનું દહન કર્યું,મૃતકો માટે મૌન રેલી યોજી..
પહેલગામમાં આતંકી હુમલાને લઈ થરામાં આતંકીઓ સામે વિરોધ પ્રદર્શન કરાયું..

વિશ્વ હિન્દૂ થરા પ્રખંડ અને બજરંગ દળ દ્વારા આતંકવાદીઓના પૂતળાનું દહન કર્યું,મૃતકો માટે મૌન રેલી યોજી..
—————————————-
પહેલગામમાં આતંકી હુમલાને લઈ થરામાં આતંકીઓ સામે વિરોધ પ્રદર્શન કરાયું..
—————————————-
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ૨૮ નિર્દોષ નાગરિકોના મોત થયા છે. કાશ્મીરમાં થયેલા આ કૃત્યથી સમગ્ર દેશ અને દુનિયામાં પડઘા પડ્યા છે. જેમાં આતંકવાદીઓ એ પ્રવાસીઓ પર ગોળીબાર કરતા ૨૮ નાગરિકોના મોત થતા સમગ્ર ભારતમાં વિરોધ જોવા મળી રહ્યો છે.ત્યારે કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે માર્કેટયાર્ડ સામે ગરનાળા પાસે આતંકી હુમલાને લઈ આતંકીઓનું પુતળા દહન કરી દેશ કે ગદ્દારો કે ગોળીમારો શાલો કો!!! જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. આતંકી હુમલાના તમામ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન પાળી મૌન રેલી યોજવામાં આવી હતી.
થરામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા જમ્મુ કાશ્મીર ના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.માર્કેટ યાર્ડની સામે ગરનાળા પાસે પૂતળા દહન કરી સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો તેમજ બે મિનિટનુ મૌન પાળવામાં આવ્યું હતું.આતંકી હુમલામાં મૃત્યુ પામનાર દિવગંત આત્માઓને શાંતિ મળે તે માટે ચોર્યાસી વિસ્તારથી માર્કેટયાર્ડ ગરનાળા સુધી મૌન રેલી કાઢવામાં આવી હતી.તમામ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે દીપકભાઈ જોષી, સંજયભાઈ પ્રજાપતિ, હિતેષભઈ સોની,અલ્પેશભાઈ શેઠ,તુષાર પઢીયાર,રાધેવેન્દ્ર જોષી, ભુપેન્દ્રસિંહ ડી.પરમાર, અંકુરભાઈ ઠક્કર,લાલાભાઈ ઠક્કર મહાલક્ષ્મી મેડિકલ, સજુભા વાઘેલા, જયંતીભાઈ રાવળ સહીત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કરકરો દ્વારા પ્રાર્થના કરી હતી. દીપકભાઈ જોષીએ જણાવ્યું હતું કે ૨૮ મૃતકોના દિવ્યાત્માને પ્રભુ શાંતિ આપે પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો.99795 21530





