GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:સફાઈ કામદારોને તેમના આશ્રિતોને સ્વરોજગારી પુરી પાડવાના હેતુથી વિવિધ યોજનાઓ માટે અરજીઓ મંગાવાઈ

 

MORBI:સફાઈ કામદારોને તેમના આશ્રિતોને સ્વરોજગારી પુરી પાડવાના હેતુથી વિવિધ યોજનાઓ માટે અરજીઓ મંગાવાઈ

 

 

મહિલા સમૃધ્ધિ, MCF, વ્યક્તિગત લોન અને સીધા ધિરાણ યોજના માટે ૮ ઓગસ્ટ સુધીમાં https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવી

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર (ગુજરાત સરકારનું જાહેર સાહસ) દ્વારા તાજેતરમાં રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને સ્વરોજગારી પુરી પાડવાના હેતુથી (૧) મહિલા સમૃધ્ધિ (MSY), (૨) માઈક્રો ક્રેડિટ ફાઈનાન્સ યોજના (MCF), (3) વ્યકિતીગત લોન અને (૪) સીધા ધિરાણ યોજના (વિવિધ ધંધા/વ્યવસાય અને વાહન) (General Tearm Loan) યોજના હેઠળ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા વ્યક્તિઓએ તા.૦૮-૦૮-૨૦૨૪ સુધીમાં નિગમની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર જરૂરી સાધનિક દસ્તાવેજ અપલોડ કરી ઓનલાઈન અજી કરવાની રહેશે. અરજી મંજુર થયા બાદ અરજદારે અરજી ફોર્મની પ્રિન્ટ જરૂરી આધાર- પુરાવા સહિત જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક (અ.જા.ક), કચેરી નં.૪૬/૪૭, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી ખાતે તા.૩૧-૦૮-૨૦૨૪ સુધીમાં જમા કરાવવાની રહેશે. વધુ માહિતી માટે વેબસાઈટની મુલાકાત લેવા અથવા કચેરી સમય દરમિયાન કચેરીનો સંપર્ક કરવા મોરબી જિલ્લા મેનેજરશ્રી, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક (અ.જા.ક), કચેરીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!