AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

પદ્મશ્રી કુમારપાલ દેસાઈ દ્વારા સાવન કૃપાલ રૂહાની મિશનના બુક સ્ટોલની મુલાકાત, ‘Detox the Mind’ સહીત આધ્યાત્મિક પુસ્તકોની ખરીદી

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આવેલા સાવન કૃપાલ રૂહાની મિશનના બુક સ્ટોલ પર પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને નેશનલ બુક ટ્રસ્ટના ચેરમેન કુમારપાલ દેસાઈએ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે મિશન દ્વારા પ્રકાશિત વિવિધ આધ્યાત્મિક પુસ્તકોનો અવલોકન કર્યો અને ખાસ કરીને Detox the Mind પુસ્તકની ખરીદી કરી. સ્ટોલ પર તેઓને આ જ પુસ્તક દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા.

Detox the Mind પુસ્તક સંત રાજીન્દર સિંહજી મહારાજની સર્વપ્રશંસિત કૃતિઓમાંની એક છે, જેમાં મહારાજજીએ પ્રેમ, શાંતિ અને ધ્યાન દ્વારા મનના શુદ્ધિકરણ વિશે સરળ અને ઊંડાણપૂર્વક સમજાવ્યું છે. પુસ્તક જણાવે છે કે માનવ મનમાં ઉપજતા નકારાત્મક અને દૂષિત વિચારો જ અનેક માનસિક તથા શારીરિક સમસ્યાઓનું મૂળ છે. મન શુદ્ધ અને શાંત હોય તો શરીર પણ સ્વસ્થ અને નિરોગીરોગી રહે છે — અને આધુનિક વૈજ્ઞાનિકો તથા ડોક્ટર્સ પણ મન-શરીર વચ્ચેના આ મજબૂત સંબંધને સ્વીકારી રહ્યા છે.

આ પુસ્તકમાં મનને દૂષિત કરનારા અનેક સ્ત્રોતોની ઓળખાણ કરાવવામાં આવી છે અને રોજિંદી જીવનમાં તેમાંથી કેવી રીતે બહાર નીકળવું તેની પ્રાયોગિક રીતો રજૂ કરવામાં આવી છે. માનવજીવનના મૂળ પ્રશ્ન — અમે કેવી રીતે લાંબા સમય સુધી ખુશ, શાંત અને સંતુલિત રહી શકીએ? — તેનું સીધું અને સરળ નિવારણ પણ આ પુસ્તક આપે છે. મહારાજજીએ ભારપૂર્વક સમજાવ્યું છે કે આંતરિક શાંતિ અને પ્રભુપ્રેમનો અનુભવ માત્ર નિયમિત ધ્યાન દ્વારા જ શક્ય છે.

સંત રાજીન્દર સિંહજી મહારાજ સાવન કૃપાલ રૂહાની મિશન (સાયન્સ ઑફ સ્પિરિચ્યુઅલિટી)ના આંતરરાષ્ટ્રીય પ્રમુખ છે. તેઓ ધ્યાન, આધ્યાત્મિકતા અને આંતરિક શાંતિ વિષે વિશ્વભરમાં લાખો લોકો સુધી શિક્ષણ પહોંચાડતા રહ્યા છે. તેમના પુસ્તકો — Detox the Mind, Meditation as Medication for the Soul તથા Inner and Outer Peace through Meditation — ખાસ લોકપ્રિય છે. તેઓ ટીવી, રેડિયો, ઇન્ટરનેટ, લેખો, ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમો તથા ધ્યાન શિબિરો દ્વારા લોકો સુધી ધ્યાનનો સંદેશ પહોંચાડે છે.

બુક સ્ટોલની મુલાકાત દરમિયાન કુમારપાલ દેસાઈએ મિશન દ્વારા કરવામાં આવતી આધ્યાત્મિક સેવાઓની પ્રશંસા કરી અને આધુનિક જીવનની ભાગદોડ વચ્ચે મનને શાંત રાખવા માટે આવા સાહિત્યની અત્યંત જરૂરિયાત હોવાનું જણાવ્યું.

વધુ માહિતી માટે સાવન કૃપાલ રૂહાની મિશનનો સંપર્ક: 9825467110, skrmzn12@gmail.com

Back to top button
error: Content is protected !!