વિસનગર આઇટીઆઇ ની એટેકર્સ ટીમ વોલી બોલ ટુર્નામેન્ટ મા વિજેતા બની
સૈયદજી બુખારી
વાત્સલ્યમ સમાચાર વિજાપુર
મહેસાણા જિલ્લાની નોડલ આઈટીઆઇ વિસનગર ખાતે તાલીમ અને રોજગાર ખાતાના અમદાવાદ વિભાગની વિવિધ આઇટીઆઈઓ વચ્ચે તારીખ ૧ & ૨ ફેબ્રુઆરી દરમિયાન બે દિવસીય સ્ટાફ વોલીબોલ ટુર્નામેન્ટ – 2025 નું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં વિવિધ ૭ જીલ્લાઓમાંથી કુલ ૫૬ ટીમોમાંથી કુલ ૪૩૭ અઘિકારીઓ /કર્મચારીઓએ ભાગ લીધેલ હતો.જેમાં વિસનગર આઈટીઆઈની વિસનગર એટેકર્સ ટીમ વિજેતા અને વડનગર આઈટીઆઈની વડનગર વિટી વોરિયર્સ ટીમ રનર અપ બનેલ હતી.ટુર્નામેન્ટ ના મુખ્ય સ્પોન્સર સમર્થ જવેલર્સ વિસનગર હતા.આ ટુર્નામેન્ટ નો હેતુ એ છે કે સ્ટાફ વચ્ચે ભાઈ ચારો વધે અને ઔધોગિક ક્ષેત્રે સબંધો વધુ સુદ્રઢ થાય. આ ટુર્નામેન્ટની મંજૂરી નાયબ નિયામક (તાલીમ) અમદાવાદ દ્વારા આપવામાં આવેલ હતી.આ પ્રકારની ટુર્નામેન્ટનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે ,ગત વર્ષે આવું આયોજન આઈટીઆઇ વડનગર ખાતે કરવામાં આવેલ હતું.