
વિઠોડા ગામની પીએમશ્રી શ્રીમતી કે.બી. શાહ અનુપમ પ્રાથમિક શાળા બાળદેવોનો શાળા પ્રવેશોત્સવ ઉજવાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિઠોડા ગામની પીએમશ્રી શ્રીમતી કે.બી.શાહ અનુપમ પ્રાથમિક શાળા,વિઠોડામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2024 બુધવારે ઉજવાયો હતો.જેમાં ડી.ડી.ત્રિવેદી [નાયબ નિયામક (બજેટ/પ્લાનિંગ/ખરીદી) કમિશ્નર ટેકનિકલ શિક્ષણની કચેરી કર્મયોગી ભવન,ગાંધીનગર]ના અધ્યક્ષસ્થાને આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1ના બાળદેવોને શુભ શિક્ષણ પ્રવેશ કરાવ્યો હતો જેમાં આચાર્ય સહીત શાળાના શિક્ષક મીત્રો વિદ્યાર્થીઓ વાલીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો ઉપસ્થિત અધિકારીઓનું બાળકો એ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યું હતુ મહેમાનોનું ફૂલ ગુચ્છ આપી ને સ્વાગત કરવામાં આવ્યું હતુ.




