KUTCHMANDAVI

રાષ્ટ્રીય યુવા દિવસ: યુવા પેઢીના કૌશલ્યવર્ધનમાં અદાણી ફાઉન્ડેશનનું અમૂલ્ય યોગદાન.

13-જાન્યુ.

વાત્સલ્યમ્ સમાચર .

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

ASDCના રોજગારલક્ષી કાર્યક્રમોએ લાખો યુવાનોને બનાવ્યા ‘સક્ષમ’

મુન્દ્રા કચ્છ :- અદાણી ફાઉન્ડેશન દેશની યુવા પેઢીના કૌશલ્યવર્ધન માટે કાર્યશીલ છે. અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર (ASDC) ભારતમાં સૌથી મોટા સિમ્યુલેશન-આધારિત તાલીમ કાર્યક્રમો ચલાવતી સંસ્થા છે. ‘સક્ષમ’ વિચારધારા સાથે તે યુવા પેઢીને સક્ષમ વ્યાવસાયિકો અને રોજગારક્ષમ બનાવે છે. SAKSHAM વિવિધ કોર્પોરેટ્સ અને અન્ય સંસ્થાઓ સાથે ભાગીદારી દ્વારા ભારતમાં વિશ્વ કક્ષાની કૌશલ્ય વિકાસ તાલીમ લાવવા માટે કામ કરી રહ્યું છે. આજે રાષ્ટ્રીય યુવા દિવસે યુવા પેઢીને સક્ષમ બનાવતા કેટલાક ઉપક્રમોની વાત કરીએ. યુવાપેઢીમાં સ્કીલ ડેવલપમેન્ટ માટે સમગ્ર દેશમાં વિવિધ સ્થળોએ અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર ચાલી રહ્યા છે. ASDC ભારતમાં 13 રાજ્યોમાં હાજરી ધરાવે છે અને 25 થી વધુ ક્ષેત્રોમાં 70 થી વધુ અભ્યાસક્રમો ઓફર કરે છે. અત્યારસુધી સંસ્થાના પ્રયત્નો થકી અંદાજે 1.35 લાખથી વધુ યુવાધને રોજગારલક્ષી તાલીમ મેળવી છે જે પૈકી કેટલાય તાલીમ મેળવી રહ્યા છે. જેમાંથી 68% તાલીમાર્થીઓને રોજગારીની તકો પ્રાપ્ત થઈ છે. સૌથી મોટા સિમ્યુલેશન-આધારિત તાલીમ કાર્યક્રમોમાં ઓગમેન્ટેડ રિયાલિટી(AR)/વર્ચ્યુઅલ રિયાલિટી(VR) તાલીમ પ્રથાઓ અને મૂલ્યાંકનોને મહત્વ આપવામાં આવે છે. સિમ્યુલેટર આધારિત બહુહેતુક ક્રેન ઓપરેટર પ્રોગ્રામ સમગ્ર ભારતના બંદરોને કુશળ માનવબળ પૂરું પાડે છે. વિઝિંજામ અને મુન્દ્રા જેવા બંદરોથી અનેક યુવાનોને આંતરરાષ્ટ્રીય સ્તરે સાઉદી અરેબિયા, કતાર, ઓમાન અને યુએઈમાં રોજગાર યોગ્ય બનાવવામાં આવ્યા છે. ASDC દ્વારા ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટરનો કોર્સ કરી રોજગારી મેળવનાર કેતન પરમારની યાત્રા પણ પ્રેરણાદાયી છે. ASDC કોર્સ દ્વારા તેની કુશળતા વધારવાનો કેતનનો નિર્ણય સ્વ-સુધારણા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ખ્યાતનામ ખાનગી કંપનીમાં સફળ ઈન્ટર્વ્યું બાદ તે રોજગારી મેળવવામાં સક્ષમ બન્યો છે. આજે કેતન પોતાની સાથે પરિવાર માટે પણ આવકનો મુખ્યસ્ત્રોત બન્યો છે. ASDC એ વિવિધ ટેકનિકલ અભ્યાસક્રમોની તાલીમાર્થે અત્યાધુનિક તકનીકો અપનાવી છે. તેમાં ચલાવાતા અભ્યાસક્રમો ઉદ્યોગની જરૂરિયાતોને અનુરૂપ નિયમિત અપડેટ કરવામાં આવે છે. અભ્યાસક્રમોમાં ઉચ્ચતમ સ્તરની કાર્યક્ષમતા માટે અત્યાધુનિક AR અને VR તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી તાલીમાર્થીઓને ઉચ્ચ કાર્યક્ષમતાના વાસ્તવિક અનુભવ સાથે આત્મવિશ્વાસ પ્રદાન થાય છે. ASDC માંથી તાલીમ લઈ ઉદ્યોગસાહસિક બનેલી છાયા પંચાલ સૌંદર્ય ઉદ્યોગમાં કરી બતાવ્યું છે. આર્થિક તંગીનો સામનો કરતા છાયાએ ઘરેથી બ્યુટી પાર્લર ચલાવીને સ્વરોજગાર બનવાની પહેલ કરી. બ્યુટી પાર્લર દ્વારા આવક મેળવી નાણાકીય અવરોધો દૂર કરી છાયાએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તેણીએ કરી બતાવ્યું છે કે દૃઢનિશ્ચય અને સખત મહેનતથી પડકારજનક સંજોગોમાં પણ સફળતા હાંસલ કરી શકાય છે. છાયા અને કેતન જેવા અનેક સફળ તાલીમાર્થીઓ ASDCની સફળગાથાના જીવંત સાક્ષીઓ છે. યુવાઓની કારકિર્દી ઘડતર માટે સંસ્થાનું સમર્પણ પ્રેરણારૂપ અને કૌશલ્ય વિકાસની પરિવર્તનશીલ શક્તિનું પ્રદર્શન કરે છે. 2016થી ASDC કૌશલ્ય ભારત મિશન સાથે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી રહ્યું છે જે ભવિષ્યમાં યથાવત રાખવા પ્રતિબદ્ધ છે.

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!