
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકાના રેલ્લાવાડા સ્થિત સબ માર્કેટ યાર્ડ ખાતે મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન (SIR) કાર્યક્રમ યોજાયો
મેઘરજ રેલ્લાવાડા સબ માર્કેટ યાર્ડ ખાતે મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન યોજાયું
મેઘરજ તાલુકાના રેલ્લાવાડા સ્થિત સબ માર્કેટ યાર્ડ ખાતે મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન (SIR) કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી આદરણીય પી.સી.બરંડા મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આજના વક્તા તખતસિંહ હડીયોલ,અરવલ્લી જિલ્લા સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, પૂર્વ જિલ્લા સંગઠન પ્રમુખ રણવીરસિંહ ડાભી, અરવલ્લી બાળ સમિતિના ચેરમેન રમેશભાઈ પટેલ, તેમજ બીએલઓ ઇન્ચાર્જ રાજુભાઈ નીનામા ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં મેઘરજ અને ભિલોડા તાલુકાના સંગઠન પ્રમુખો, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યો, સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મતદાર યાદી સુધારણા અભિયાન અંતર્ગત નવા મતદારોના નામ નોંધાવવા અને ભૂલો સુધારવા માટે જનજાગૃતિ લાવવા અપીલ કરવામાં આવી હતી.





