GUJARATHALOLPANCHMAHAL

હાલોલ- પાવાગઢ માંચીમાં આવેલી પ્રાથમિક શાળાના મતદાન કેન્દ્ર ખાતે મતદારો કર્યુ મતદાન

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૭.૫.૨૦૨૪

ગુજરાત ખાતે સૌથી ઊંચાઈ પર આવેલ મતદાન મથક એવા પાવાગઢ માંચી ખાતે આવેલ પ્રાથમિક શાળા માં ડુંગર પર રહેતા લોકોએ ઉત્સાહભેર લોકસભાની ચૂંટણીનું મતદાન કરતા જોવા મળ્યા હતા.છોટાઉદેપુર લોકસભા બેઠક માં આવતી હાલોલ વિધાનસભા બેઠકમાં ગુજરાત ખાતે સૌથી ઊંચાઈ પર મતદાન મથક પાવાગઢ માંચી ખાતે આવેલ છે.જ્યાં પાવાગઢના માંચી ના સ્થાનિક ૯૧૭ કુલ મતદારો માંથી લોકશાહીના મહાપર્વમાં બપોરના ચાર વાગ્યા સુધી ૪૯૫ એટલે કે ૫૪% મતદારોએ મતદાન કર્યું હતું. જોકે ત્યારબાદ બે કલાક મતદાનનો સમયગાળો બાકી હતો જેને લઇને મતદાન ૬૦% ની આપ પાસ થવાની સંભાવનાઓ જણાઈ આવતી હતી.લોકસભાના મતદાનને લઈને પાવાગઢ માચી ખાતેના મતદારોમાં વહેલી સવારથી ઉત્સાહ જોવા મળતો હતો. મતદારો વહેલી સવારથી માચી ખાતે આવેલ પ્રાથમિક શાળાના ભુથ પર મતદાન કરવા પહોંચી ગયા હતા. મતદાન દરમિયાન માચી ખાતેના વયોવૃદ્ધ મતદારોએ પણ મતદાન કરી યુવા મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરતાં જોવા મળ્યા હતા. જ્યારે મતદાન કરી મતદારો મતદાન મથકની બહાર નીકળતા હતા.ત્યારે લોકશાહીના મહાપર્વમાં જોડાયા હોય તેનો અનેરો આનંદ તેમના ચહેરા પર સ્પષ્ટ જોવા મળતો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!