LUNAWADAMAHISAGAR

સંતરામપુર ખાતે બનેલા લુંટ વિથ મર્ડરના ચકચારી બનાવનો માત્ર ૧૨ (બાર) કલાકમાં ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ સી બી

આસીફ શેખ લુણાવાડા

સંતરામપુર ખાતે બનેલા લુંટ વિથ મર્ડરના ચકચારી બનાવનો માત્ર ૧૨ (બાર) કલાકમાં ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ સી બી

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા સાહેબનાઓએ શરીર સબંધી ગુન્હા અટકાવવા તથા શોધવા અંગેની સુચના કરેલ હોય જે અનુસંધાને સંતરામપુર પો.સ્ટે. વિસ્તારમાં તા.૦૪/૧૦/૨૦૨૩ ના રોજ એક સફેદ કલરની

ક્રેટા ગાડી સળગેલી હાલતમાં મળી આવેલ જે બાબતે માહિતી મળેલ કે આ ગાડી બાલાસિનોર

બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિશાલ ઉત્તમ પાટીલ નાઓની છે અને જે પોતે

બાલાસિનોરથી એકાદ કરોડ રૂપિયાની કેશ રકમ લઇને દાહોદ ICI બેંકમાં જમા કરાવવા સારૂ

આ ગાડી લઇને નિકળેલ પરંતુ દાહોદ ખાતે પહોંચી રહેલ નહીં અને તેઓનો ફોન સ્વીચ ઓફ

થઇ ગયેલ અને ગાડી સળગેલી હાલતમાં સંતરામપુર પો.સ્ટે ના ગોધર ગામે રોડ ઉપરથી મળી આવેલ

આ બનાવમાં મેનેજર વિશાલ ઉત્તમ પાર્ટીલ પોતે ગુમ હોય તેઓનો ફોન  પણ સ્વિચ ઓફ હોય તેમજ તેઓની પાસેની રકમ પણ મળી આવેલ ન હોય બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ અધિક્ષક અચદીપસિંહ જાડેજા નાઓએ તાત્કાલીક ડી.વાય.એસ.પી. પી.એસ.વળવી તથા પ્રો ડી વાય એસ પી ટી.વી.ડોડીયા નાઓને સુચના કરી એલ.સી.બી. એસ.ઓ.જી./ સ્થાનિક પોલીસની અલગ અલગ છે (૬) ટીમો બનાવી ઉપરોક્ત બનાવ ડીટેક્ટ કરવા સારૂ સુચના કરેલ

જેથી આ તપાસ દરમ્યાન એલ.સી.બી. સ્ટાફને સચોટ બાતમી મળેલ કે ગોઠીબ ગામનો હર્ષિલ ધર્મેન્દ્રભાઇ પટેલ ઉ.વ.રર નાઓનો બનાવ બન્યો એ સમગ્ર દિવસ દરમ્યાન મરણ જનારના સતત સંપર્કમાં રહેલો અને હર્ષિલને શંકા આધારે પુછપરછ કરવા બોલાવતાં તેના માથાના વાળ બળેલા હોય તેમજ દાઢીના વાળ પણ બળેલા હોય જેથી તેના ઉપરનો બનાવ બાબતે શક વધારે મજબુત થતા હર્ષિલની વધુ પુછપરછ કરતાં સમગ્ર બનાવની હકીકત ઉજાગર થયેલ

મરણ જનાર વિશાલ ઉત્તમ પાટીલ પોતે અગાઉ લીમખેડા તાલુકાના પાણીયા ગામની બેંકમાં નોકરી કરતા હોય અને આરોપી હર્ષિલના માતા પિતા પણ શિક્ષક તરીકે ત્યાંના નજીકના ગામમાં નોકરી કરતા હોય આ વિશાલ પાટીલ અને હર્ષિલ સંપર્કમાં આવેલા તેમજ બંનેના ફેમીલી વચ્ચે પણ સારા સબંધો થતાં લાંબા સમયથી મરણ જનાર અને આરોપી સંપર્કમાં હતા. બનાવના દિવસે મરણ જનાર પોતે બાલાસિનોર બેંક માંથી એકાદ કરોડ જેટલી રકમ લઇને દાહોદ બેંકમાં જવા નિકળેલ અને મરણ જનારે હર્ષિલનો ટેલીફોનીક સંપર્ક કરેલ જેથી આરોપી હર્ષિલ અને મરણ જનાર વિશાલ બંને ક્રેટા ગાડીમાં એક સાથે દાહોદ જવા નિકળેલ જે દરમ્યાન એક કરોડ જેટલી મોટી રકમ હોય દાનત બગડતી પોતાની પાસે રહેલ દેશી તમંચાથી ફાયરીંગ કરી વિશાલના માથામાં ગોળી મારી મૃત્યુ નિપજાવેલ અને મૃતદેહ તથા હથિયાર અલગ અલગ જગ્યાએ રોડની બાજુમાં નાખીને ગાડીમાં રહેલા તમામ પૈસા પોતાના ઘરે લઇ જઇને સગેવગે કરી દીધેલ, બાદ કેટા ગાડી ગોધર આગળ લઇ જઇ સળગાવી દીધેલ.

સમગ્ર બનાવ દરમ્યાન જણાયેલ કે આરોપી હર્ષિલ પટેલ પોતે શેર બજારનું કામકાજ કરતો હોય તેને પોતાને ઘણા લોકો પાસે પૈસાની લેવડ દેવડ રહેતી અને મરણ જનાર વિશાલ પાટીલ એક કરોડ જેટલી મોટી રકમ લઇને આવનાર હોય અને આ પૈસા માટે હર્ષિલની દાનત બગડતાં પ્લાનીંગ કરી વિશાલનું ફાયરીંગ કરી મોત નિપજાવેલ અને પૈસા પડાવી લઇ ઘરમાં સંતાડી દીધેલ. સમગ્ર બનાવનો ભેદ ઉકેલી વપરાયેલ હથિયાર તેમજ લુંટમાં ગયેલ રકમ રીકવર કરવામાં આવેલ છે આરોપીને પકડી હાલ સંતરામપુર પો.સ્ટે સૌપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

રેન્જ આઇજી દ્વારા  દ્વારા મહીસાગર એલસીબી પોલીસને 25000 રૂપિયા ઈનામની જાહેરાત કરી છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!