GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: એમ.જે.કુંડલીયા મહિલા કોલેજ ખાતે ચિત્રસ્પર્ધા થકી મતદારોને જાગૃત કરવામાં આવ્યા

તા.૨૪/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

યુવામતદારોએ સંકલ્પપત્ર તથા શપથ દ્રારા પવિત્ર ફરજ નિભાવવાનો કર્યો દૃઢ સંકલ્પ

Rajkot: રાજકોટ જિલ્લામાં આગામી લોકસભા ચૂંટણી માટે તા. ૦૭ મે ૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે.જેમાં સૌ રાજકોટવાસીઓ પોતાના પવિત્ર મતદાનની ફરજ અંગે જાગૃત થઈ, મતદાન કરે તે માટે “સ્વીપ” દ્વારા વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

આ કાર્યક્રમો અંતર્ગત રાજકોટ શહેરની એમ.જે.કુંડલીયા આર્ટસ એન્ડ કોમર્સ મહિલા કોલેજ ખાતે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. સાથે જ સ્વીપ દ્વારા ઉપસ્થિત સર્વે યુવા મહિલા મતદારોને મતદાનની પ્રક્રિયા સાથે મતદાનના મહત્વને સમજાવવામા આવ્યું હતું. યુવા મહિલા મતદારોએ ભારતની લોકતાંત્રિક પ્રક્રિયામાં નિર્ભયતાથી ગરિમાપૂર્ણ રીતે સહભાગી થઈ મતદાન કરવાના શપથ પણ લીધા હતા.

રાજકોટ જિલ્લાના અધિક કલેક્ટરશ્રી અને સ્વીપના નોડલ ઓફિસર શ્રી જીજ્ઞાસા ગઢવીએ યુવા મતદારો સાથે ચૂંટણી અંગે વાર્તાલાપ કર્યો હતો તથા યુવતીઓને “દસ મિનિટ દેશ માટે” કાઢી મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરી હતી. યુવા મતદાર વિદ્યાર્થીનીઓને આમંત્રણ પત્રિકા આપીને મતદાનમાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો હતો. હાલ સ્વીપ દ્વારા શાળા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ- રેલી યોજી, ગ્રામ વિસ્તારોમાં સેલ્ફી પોઇન્ટ, ગેસના બાટલા – વીજળીના બિલો પર મતદાનના સંદેશા છાપવા સહિતના વિવિધ નવતર પ્રયાસો દ્વારા સઘન મતદાન જાગૃતિ કાર્યક્રમ થકી લોકજાગૃતિ લાવવામાં આવી રહી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!