GUJARATMEHSANAVIJAPUR

કડી તાલુકા ની કડી જીઆઇડીસી ખાતે વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં કામદારોમાં મતદાન જાગૃતિ પ્રવૃત્તિ યોજાઈ

કડી તાલુકા ની કડી જીઆઇડીસી ખાતે વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં કામદારોમાં મતદાન જાગૃતિ પ્રવૃત્તિ યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને દરેક મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે સહભાગી બની મહત્તમ સંખ્યામાં મતદાન કરવા પ્રેરાય જેને અનુલક્ષીને વિવિધ ઉદ્યોગ સંસ્થાનો કંપનીઓ તેમજ ઉદ્યોગ ગૃહોમાં પણ કામદારોને ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર કરવામાં આવી રહયા છે તેમજ મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમોથી અવગત કરવામાં આવી રહ્યા છે. જે પૈકી આજરોજ કડી તાલુકા ની કડી જીઆઇડીસી ખાતે વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં કામદારોમાં મતદાન જાગૃતિ પ્રવૃત્તિ યોજાઈ હતી.
આ મતદાર જાગૃતિ કાર્યક્રમમાં લેબર ઇન્ડસ્ટ્રીઝના ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીશ્રીઓએ તેમજ ઇન્ડસ્ટ્રીના કર્મયોગીઓ દ્વારા કંપનીમાં કામ કરતા કામદારોને ચૂંટણી પ્રક્રિયાની સમજણ તેમજ મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમજ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪મા અચુક મતદાન કરવાં પ્રેરિત કર્યા હતા. અને અન્ય નાગરીકોને પણ મતદાન કરવા પ્રેરીત કરવા જણાવ્યું હતું. તેમજ મતદાન કરવા અંગે ના સંકલ્પ પણ લેવડાવામાં આવ્યા હતા…
ખાતે આગામી લોક્સભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ માં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની “ચુનાવ કા પર્વ” ની ઉત્સાહભેર ઉજવણી કરવા માટેની જાગૃતિ પ્રચાર પ્રસારનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો .તેમજ મતદાનના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.
મતદાન જાગૃતિ કાર્યક્રમમાં પાવર પોઇન્ટ પ્રેસન્ટેશન ધ્વારા તમામ ઇન્ડસ્ટ્રીઝના આગેવાનોને તથા તેમના તાબા હેઠળના તમામ સ્ટાફ / કામદારો ધ્વારા આગામી લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ માં તમામ મતદારો અવશ્ય મતદાન કરે તે અંગેની અપીલ કરવામાં આવેલ તેમજ તે અંગેની કાનુની જોગવાઇઓ અને ચુંટણીના દિવસે સવેતન રજા જાહેર કરવા અંગેની કાનુની જોગવાઇઓથી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ.

ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં લેબર વિભાગ ના અધિકારી શ્રીઓ દ્વારા ફેક્ટરી ઇન્ડસ્ટ્રિયલ ધ્વારા જે મતદાન મથક પર ૫૦% થી ઓછું મતદાન થયેલ હોય તેવા અને જયાં સ્ત્રી અને પુરુષ મતદારોની મતદાનની ટકાવારીમાં ૧૦% થી વધુ તફાવત હોય તેવા મતદાન મથક પર જન જાગૃતિ લાવી મતદારોને અવશ્ય મતદાન કરવા તેમજ જે ઔદ્યોગિક વિસ્તારમાં મતદારોનું વોટિંગ ઓછું હોય તે વિસ્તારના મતદારો વધુમાં વધુ મતદાન કરે તે સુનિશ્ચિત કરવા માટે જણાવવામાં આવ્યું હતું…આ મતદાર જાગૃતિ કાર્યક્રમ ટર્નઆઉટ ઇમ્પ્લીમેન્ટેશન પ્લાન(TIP)ના નોડલ ઓફિસરશ્રી ડાયરેક્ટર ફેક્ટરી ઇન્ડસ્ટ્રિયલ સેફટી અને આરોગ્ય અધિકારીશ્રીઓ સાથે જી.આઈ.ડી.સી. ઇન્ડસ્ટ્રીઝના જુદી જુદી સંસ્થાઓ / કંપનીઓ / પેઢીઓ / યુનિયનના આગેવાનોપણ હાજર રહેલ હતા

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!