GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ધોરાજી તથા પડધરી તાલુકામાં રહેણાક વિસ્તારમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

તા.૨૩/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

મિટિંગ યોજી અચૂક મતદાનના શપથ લેવાયા, પેમ્ફ્લેટ વિતરણ કરાયું

Rajkot: લોકસભાની ચૂંટણીમાં રાજકોટ લોકસભા મત વિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે, રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્વીપ (સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) હેઠળ મતદાન જાગૃતિના પ્રયાસો ચાલી રહ્યા છે.

૭૫-ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ધોરાજી તાલુકાના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મતદારોને મતદાનનું મહત્ત્વ સમજાવાયું હતું તેમજ પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે પોતે તથા કુંટુબના તમામ સભ્યોને ચૂંટણીમાં અચૂક મતદાન કરવા અપીલ કરી, મતદાનના શપથ લેવામાં આવ્યા હતા.

ઉપરાંત ૬૬-ટંકારા વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ પડધરી તાલુકાના પડધરી ગામ ખાતે આવેલી ગીતાનગર સોસાયટી ખાતે મતદાન જાગૃતિ મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં નાગરિકોને મતદાન વિશેની સમજૂતી આપવામાં આવી હતી. આ સાથે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા તથા કુંટુબના તમામ સભ્યો ચૂંટણીમાં અચૂક મતદાન કરે તે માટે સર્વને અપીલ કરવામાં આવી હતી તેમજ શપથ લેવડાવવામાં આવ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!