મહીસાગર જિલ્લામાં ઉત્સાહ પૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર…..
મહીસાગર જિલ્લામાં ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ
મહીસાગર જિલ્લાના વડીલો, મહિલાઓ અને યુવાઓ સવાર સવારમાં જ મતદાન માટે ઉમટ્યા…
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/ મધ્યસત્ર/ પેટા ચૂંટણી અંતર્ગત મતદાનની શાંતિપૂર્ણ માહોલમાં શરૂઆત થઈ છે. ત્યારે મહીસાગર જિલ્લામાં વડીલો, મહિલાઓ અને યુવાઓ સવાર સવારમાં જ મતદાન માટે ઉમટ્યા હતાં અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
મહીસાગર જિલ્લાવાસીઓમાં ચૂંટણીનો અનોખો ઉત્સાહભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. ચૂંટણી માટે દિવ્યાંગો, વૃદ્ધો અને મહિલા મતદારો માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.મહીસાગર જિલ્લામાં સંતરામપુર, લુણાવાડાને બાલાસિનોર નગરપાલિકા ઓની યોજાયેલ ચૂંટણીમાં મતદારો મા શરૂ માં ઉત્સાહ ઓછો જોવા મળતો હતો, અને બપોર બાદ મતદારો માં મતદાન કરવામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ ચુંટણી માં સરેરાશ ત્રણેય
નગરપાલિકામાં બપોર નાં 3વાગ્યા સુધીમાં 40.94 ટકા મતદાન થવા પામ્યું હતું.
સંતરામપુર નગર પાલિકામાં 3વાગ્યા સુધીમાં 45.80 ટકા મતદાન થવા પામ્યું હતું
બાલાસિનો નગરપાલિકામાં 3 વાગ્યા સુધીમાં 48.69 ટકા મતદાન થવા પામ્યું હતું .
લુણાવાડા નગરપાલિકા માં
3 વાગ્યા સુધીમા સરેરાશ 44.67 ટકા મતદાન થયું હતું.




