હાલોલ- નગરપાલિકાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં શરૂ, સવારે 7 વાગ્યા થી 11વાગ્યા સુધી 16.58 ટકા મતદાન નોંધાયું
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૬.૨.૨૦૨૫
હાલોલ નગર પાલિકાની ચૂંટણીનું મતદાન વહેલી સવારથી શરૂ થયું છે.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રકિયા વ્હેલી સવારથી શરૂ થતા પોતાના મતદારો મત અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.હાલોલમાં 15 સભ્યો માટે 36 મતદાન મથકો પર યોજાઈ રહ્યું છે.મતદારો વહેલી સવારથી જ ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા. નગરપાલિકાની ચૂંટણીનું મતદાન પ્રક્રિયા વ્હેલી સવારથી જ શરૂ કરવામાં આવી છે વાત કરીએ તો મતદાનની તૈયારીઓને તંત્ર દ્વારા આખરી ઓપ આપવામા આવ્યો હતો.જ્યારે 36 બુથો પૈકી 14 બુથ સંવેદનશીલ હોવાનુ જાણવા મળ્યુ છે.જ્યારે મતદારો શાંતિ પૂર્ણ માહોલમા મતદાન કરી શકે તે માટે પોલીસ દ્વારા મતદાન મથકો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામા આવ્યો છે.જોકે હાલોલમાં મતદાન માં 6, વોર્ડ ની 15 બેઠકો માટે 36 મતદાન મથક પર 36 ઇવીએમ મશીન દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે જેમાં 15 બેઠકો માટે 26 ઉમેદવારો ના ભાવી નો ફેસલો મતદારો કરશે.સવારે 7 વાગ્યાથી 11વાગ્યા સુધી 16.58 ટકા જેટલું મતદાન નોંધાવા પામ્યું છે.