
વિજાપુર ના પ્રજ્ઞાચક્ષુ યુવકે બનાવેલ ઉજાલા મોબાઇલ એપ્લિકેશન ની મંજૂરી અટવાઈ પડતા દિવ્યાંગ માટેની કોર્ટ ઓફ કમિશનર માં રજૂઆત કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરમાં વહોરવાડમાં રહેતા પ્રજ્ઞાચક્ષુ યુવક હમ્માદ વ્હોરા, કે જેની જન્મજાત બંને આંખોથી સો ટકા દિવ્યાંગ છે.તે યુવકે એવી મોબાઇલ એપ્લિકેશન ની શોધ કરવામાં આવી છે, કે જે એપ્લિકેશનની મદદથી કોઈપણ વ્યક્તિ ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો ગુજરાત રાજ્યની S T બસો ઉપરના બોર્ડ નું લખાણ પોતાના મોબાઈલમાં ઓડિયો ઘોષણા દ્વારા સાંભળી શકે છે, તદુપરાંત બસોની લોકેશન તથા સંપૂર્ણ ટાઈમ ટેબલ પોતાના મોબાઈલમાં ઓડિયો માધ્યમ દ્વારા સાંભળી શકે છે. એપ્લિકેશન બનાવવાનું કામ એક વર્ષ કરતા વધુ સમયથી પૂર્ણ થઈ ગયેલ હોવા છતાં હજી સુધી તેઓને એપ્લિકેશન બાબતેની મંજૂરી સરકાર તરફથી મળી ના હોવાથી યુવકે અસંખ્ય લેખિત, મૌખિક તથા ટેલિફોનિક રજૂઆતો સંબંધિત અધિકારીઓને કરવા છતાં પણ હજુ સુધી ઉજાલા એપ્લિકેશન ની ફાઈલ મંજુર થઈ નથી આ ફાઇલ સરકારી ફાઈલો વચ્ચે અટવાઇ જતા યુવકે દિવ્યાંગ માટેની કોર્ટ ઓફ કમિશનર માં બ્લોક નંબર 2 ગાંધીનગર ખાતે ન્યાય માટે રજૂઆત કરી છે.આ અંગે અરજદાર પ્રજ્ઞાચક્ષુ હમ્મદ વ્હોરા એ જણાવ્યું હતુકે એપ્લિકેશન જો પ્રજાની વચ્ચે આવે તો રાજ્ય તથા દેશના અસંખ્ય દિવ્યાંગ ભાઈ બહેનો તથા નિરક્ષર નાગરિકો ખૂબ જ સરળતાથી અને સ્વતંત્ર રીતે જાહેર પરિવહન માધ્યમોનો ઉપયોગ કરી શકે તેમ છે.
એક વર્ષ કરતા વધુ સમય સુધી તેમનાથી શક્ય બને એટલી રજૂઆતો કર્યા પછી અંતે હવે આ એપ્લિકેશનની મંજૂરી બાબતેની અપીલ તેઓએ દિવ્યાંગ કોર્ટ ગાંધીનગર ખાતે કરેલ છે.





