અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ટિંટોઇ વિસ્તારમાં રોયલ્ટી પરમીટની મંજૂરી કરતા વધુ ખોદકામ કરી ઓવરલોડ ગાડીઓ ચલાવી જાહેર બાંધકામને નુકશાન થતું હોવાના આક્ષેપો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું
ટિંટોઇ વિસ્તારમાં રોયલ્ટી પરમીટની મંજૂરી કરતા વધુ ખોદકામ કરી ઓવરલોડ ગાડીઓ ચલાવી જાહેર બાંધકામને નુકશાન થતું હોવાના આક્ષેપો તેમજ ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકી બાયપાસ રોડ ફાળવવા બાબતે કલેકટર ને આવેદનપત્ર આપવામા આવ્યુ
ટિંટોઇ ગામેથી જે રસ્તો નીકળે છે ત્યા બાજુના કુડોલ ગામના ખાનગી માલિકીમાં રેલ્વેની કામગીરી કરતા કોન્ટ્રાકટર ધ્વારા ગણેશ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન કંપની ના નામે 10 હજાર મેટ્રિક ટનની રોયલ્ટી પરમીટ લેવામાં આવી હતી. અને આ કંપની ધ્વારા છેલ્લા 20 દિવસ માં 27/1/25 સુધી માં દરરોજ દિવસ રાત દિવસ રાત 2000 થી પણ વધુ ઓવર લોડ ગાડીઓ કાઢવામાં આવી છે.આ ખાનગી કંપની ધ્વારા ઓવરલોડ ગાડીઓ કાઢવામાં ગામમાં જાહેર બાંધકામ પણ તુટી ગયેલા છે . અને રોયલ્ટી પરમીટ પ્રમાણે 400 આજુબાજુની ગાડીઓ ની મંજુરી હોવા છત્તા 2000 થી પણ વધુ ઓવરલોડ ગાડીઓ કાઢી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરવામાં આવી છે.જેની અગાઉ વારંવાર ખાણ ખનીજમાં જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી આજદિન સુધી કરવામાં આવી નથી.જેથી સમગ્ર ગામલોકો ની માંગણી સાથે જાહેર બાંધકામ રિપેર કરવામાં આવે તેમજ આ રોયલ્ટી પરમીટ લીધેલ જગ્યાની ખોદકામ ની માપણી કરવામાં આવે અને નાખેલ જગ્યા એ જથ્થા ની પણ માપણી કરવામાં આવે તો મોટા પ્રમાણ ખનીજ ચોરી કર્યા હોવાનું બહાર આવે તો નવાઈ નહી વધુમાં જાહેર બાંધકામ નું આ ઓવરલોડ ગાડીઓ નીકળવાથી નુકશાન થયેલ છે જેની કાયદેસર કાર્યવાહી કરી રિપેર કરવામાં આવે તેની સમગ્ર લોકોની માંગણી સાથે ટિંટોઈ ગામમાં થી રહેણાંક વિસ્તાર માં થી નીકળી જે રસ્તો રેલ્લાવાડા (મેઘરજ) તરફ જાય છે જે રસ્તો ટિંટોઈમાં થી નીકળે છે જેની આજુબાજુ 800 મકાનો, દુકાનો, બે પ્રાથમિક શાળા, આંગણવાડી, આરોગ્ય સબ સેન્ટર, ગામ ની મુખ્ય ડેરી આવેલી છે. આ રસ્તા ઉપર ગામલોકો ની સમગ્ર દિવસ દરમિયાન અવરજવર રહેતી હોય છે તેમજ હજારો વસ્તી રહે છે. તેમજ આ રોડ ઉપર દિવસ રાત ભારે વાહનો ની પણ અવર જવર રહેતી હોય છે. અગાઉ કેટલાય અકસ્માતો પણ બનેલા છે . જેથી આ રહેણાંક વિસ્તાર માં થી નીકળતા રોડ ઉપર ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકી ટિંટોઈ પ્રાથમિક શાળા 3 થી મેરાજીયા વિસ્તાર સુધી અંદાજિત 3 કિલોમીટર નો રોડ બાયપાસ ફાળવવામાં આવે તેવી માંગણી સાથે આવેદન પત્ર આપવામા આવ્યું હતું