DANGGUJARATNAVSARI CITY / TALUKO

Dang: જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ બાળકને વઘઈ પોલીસે શોધી કાઢી, બાળકનો કબજો પરિવારને સોંપ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં આવેલ સોનગીર ગામનો એક છોકરો સવારના સમયે ઘરેથી કોઇને જાણ કર્યા વગર નીકળી ગયેલ હતો.જે છોકરો નડગખાદી ગામે મળી આવેલ છે તે અંગેની માહિતી એક જાગ્રુત નાગરીક/પત્રકાર તરફથી પોલીસને આપવામાં આવી હતી.જે માહિતીના આધારે  વઘઇ પોલીસ ની ટીમ  તાત્કાલિક નડગખાદી ગામે  પહોચી હતી.અને બાળકનો કબ્જો મેળવી પુછપરછ કરી હતી.ત્યારે  છોકરાનુ નામ રાજ પરેશભાઇ પવાર (ઉ.વ. 11 રહે સોનગીર તા. આહવા )નો રહેવાસી હોવાનુ જણાવેલ જેથી તેને વધુ પુછપરછ કરતા તે ઘરેથી કોઇને કહ્યા વગર અગમ્ય કારણોસર ચાલતો ચાલતો નિકળી ગયેલ અને નડગખાદી ગામે પહોચેલ હતો તેવું જાણવા મળ્યું હતું.જે બાદ વઘઇ પોલીસ ની ટીમ દ્વારા બાળકનો વાલી વારસો શોધી કાઢવામાં આવ્યો હતો.અને  આહવા તાલુકાના સોનગીર ગામે તેના માતા પિતાનો સંપર્ક કરી ખાત્રી કરી મળી આવેલ બાળકને સહી સલામત તેના માતા પિતાને સોપી વઘઈ પોલીસ દ્વારા  સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે..

Back to top button
error: Content is protected !!