AHAVADANGGUJARAT

Dang:વઘઇ તાલુકાનાં વાઘમાળ અને કોયલીપાડા ગામે બે મકાનો ધરાશયી થઈ પડી જતા જંગી નુકસાન..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ 

અનરાધાર વરસાદમાં ડાંગનાં વઘઇ તાલુકાનાં વાઘમાળ તથા કોયલીપાડા ગામે એક એક ઘર ધરાશાયી થઈ પડી જતા બે પરિવારોની છત છીનવાઈ જવા પામી છે.બે દિવસ પૂર્વે ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદ ખાબક્યો હતો.જે વરસાદમાં કોયલીપાડા ગામનાં નિલેશભાઈ જશુભાઈ ભોયેના ઘર પર વૃક્ષ ધરાશાયી થઈ પડતા જંગી નુકશાન થયુ હતુ.અહી ઘર પર વૃક્ષ પડતા ઘરનાં નળીયા ફૂટી જતા ઘરવખરી સામાન વરસાદમાં પલળી જતા જંગી નુકસાન થયૂ હતુ.જેની જાણ ડાંગ જિલ્લાનાં ધારાસભ્ય વિજયભાઈ પટેલને થતા તેઓએ ઘરમાલિકની મુલાકાત લઈ સહાય મળે તેવી હૈયાધરપત આપી હતી.જ્યારે વઘઇ તાલુકાનાં વાઘમાળ ગામે રહેતા નિતીનભાઈ કાશીરામભાઈ વેજલનું ઘર અનરાધાર વરસાદમાં ધરાશયી થઈ પડી જતા જંગી નુકશાન થયુ હતુ.અહી અનરાધાર વરસાદમાં ઘર વખરી સહિત અનાજ પલળી જતા  ઘર માલિકને માથે હાથ દેવાનો વારો આવ્યો હતો. આ બન્ને ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના ટળી હતી.

Back to top button
error: Content is protected !!