જૂનાગઢ પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ એજન્ટોની ભરતી માટે વોક-ઇન ઈન્ટરવ્યુ
જૂનાગઢ પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ એજન્ટોની ભરતી માટે વોક-ઇન ઈન્ટરવ્યુ

ભારતીય ટપાલ વિભાગના જૂનાગઢ ડિવિઝન દ્વારા પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ તથા રૂરલ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સના વેચાણ માટે એજન્ટોની નિયુક્તિ કરવાના હેતુથી ‘વોક-ઇન ઈન્ટરવ્યુ’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.વોક ઈન ઈન્ટરવ્યું ભાગ લેવા માટે રસ ધરાવતા અને નિર્ધારિત લાયકાત ધરાવતા ઉમેદવારો આગામી તા.૨૩/૦૨/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી સુપ્રીટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસની કચેરી, ચોથો માળ, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે ઉમેરદવારોએ ઉપસ્થિત રહેવાનું રહેશે.આ ભરતી પ્રક્રિયા માટે લાયકાતના ધોરણોમાં ઉમેદવાર ઓછામાં ઓછું ધોરણ-૧૦ પાસ હોવો જોઈએ અને તેની ઉંમર ૧૮ થી ૫૦ વર્ષની વચ્ચે હોવી અનિવાર્ય છે. આ એજન્સી માટે ખાસ કરીને ભૂતપૂર્વ લાઈફ એડવાઈઝરો, આંગણવાડી કાર્યકરો, મહિલા મંડળના સભ્યો, સ્વસહાય જૂથના સભ્યો, ભૂતપૂર્વ સૈનિકો, નિવૃત્ત શિક્ષકો તેમજ બેરોજગાર અને સ્વરોજગાર ધરાવતા યુવાનો અરજી કરી શકશે. જેમાં ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સના વેચાણનો અનુભવ ધરાવતા, કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા અને સ્થાનિક વિસ્તારની સારી ઓળખ ધરાવતા ઉમેદવારોને પસંદગીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.ઈન્ટરવ્યુમાં આવનાર ઉમેદવારોએ પોતાની સાથે બાયો-ડેટા, જન્મ તારીખનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો, આધાર કાર્ડ, પાન કાર્ડની નકલ, અનુભવના દાખલા અને બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ સહિતના તમામ અસલ દસ્તાવેજોની પ્રમાણિત નકલો સાથે લાવવાની રહેશે.ઉલ્લેખનીય છે કે, હાલમાં અન્ય કોઈ પણ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં એજન્ટ તરીકે કાર્યરત વ્યક્તિ આ એજન્સી માટે પાત્ર ગણાશે નહીં. વધુમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ પ્રક્રિયા માત્ર એજન્ટની નિયુક્તિ માટે છે અને તે સરકારી નોકરી માટેની ભરતી નથી. તેમ સુપ્રીટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, જૂનાગઢ ડિવિઝનની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




