ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી “નાગરીક પ્રથમ અભિગમ” સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં દર વર્ષે ૧૭ થી ૧૫ ઓકટોમ્બર દરમ્યાન ” વિકાસ સપ્તાહ ” ઉજવવાનું ઠરાવવામાં આવેલ છે.શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ અન્વયે મહાનગરપાલિકા,જૂનાગઢ દ્વારા અનેક પ્રજાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.જે પરત્વે શહેરીજનોની આરોગ્યલક્ષી સુખાકારી જળવાઈ રહે તેમજ લોકોમાં સ્વદેશી ચીજ વસ્તુઓની ખરીદી પ્રત્યે જાગૃતિ વધે અને લોકલ વેપારીઓને રોજગારી પ્રાપ્ત થાય તે હેતુથી સ્વદેશી અપનાઓ,લોકલ ફોર વોકલ,આત્મનિર્ભર ભારત વગેરે સ્લોગન સાથે મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા આજ તા.૧૩/૧૦/૨૦૨૫ના રોજ સવારે – ૦૭:૩૦ કલાકે વોકેથોન (દોડ) કાર્યક્રમનું માન.કમિશનરશ્રી તેજસ પરમાર, માન.ડે.મેયરશ્રી આકાશભાઈ કટારા,સ્થાયી સમિતિ ચેરપર્સનશ્રી પલ્લવીબેન ઠાકર,નાયબ કમિશનરશ્રી ડી.જે.જાડેજા, શહેર ભાજપ પ્રમુખશ્રી ગૌરવભાઈ રૂપારેલીયા,દંડકશ્રી કલ્પેશભાઈ અજવાણીના વરદ હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું તેમજ આ વોકેથોનનો રૂટ મહાનગર સેવા સદન આઝાદ ચોક થી એમ જી રોડ થી કાળવા ચોક અને જયશ્રી રોડ થી તળાવ ગૅટ થી મહાનગર સેવા સદન આઝાદ ચોક સુધીનો હતો.આ વોકેથોન કાર્યક્રમમાં જીલ્લા રમત ગમત અધિકારીશ્રી મનીષભાઈ ઝીલડીયા,ઈલે.ઈજનેરશ્રી હાજાભાઇ ચુડાસમા,ઓફીસ સુપ્રી.શ્રી જીગ્નેશભાઈ પરમાર,પર્યાવરણ ઈજનેરશ્રી રાજેશભાઈ ત્રિવેદી,રમત ગમત કોચશ્રી પ્રશાંત દેશાઈ,હિલદારી ગ્રુપના ભાઈઓ તથા બહેનો અને બહોળી સંખ્યામાં શહેરીજનોની ઉપસ્થિતિમાં યોજાયો.
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ