ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી ડૉ. હસરત જૈસમીનના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, મહેસાણા ખાતે ડિસ્ટ્રીક્ટ લેવલ એડવાયઝરી કમિટીની બેઠક યોજાઈ
*****
ઇટ રાઇટ ઇન્ડીયા અંતર્ગત ઇટ રાઇટ ઇનીશીયેટીવમાં FSSAI ન્યુ દિલ્હી દ્ર્રારા મહેસાણા જિલ્લાને કુલ ૦૯ સર્ટીફીકેશન એવોર્ડ એનાયત કરાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જીલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ બેઠક દરમિયાન ઇન્ચાર્જ જિલ્લા કલેકટર ડૉ. હસરત જૈસમીનના હસ્તે એવોર્ડ એનાયત કરાયા હતા.સાથોસાથ ડૉ. હસરત જૈસમીનના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૪-૨૫ ની ડિસ્ટ્રીક્ટ લેવલ એડવાયઝરી કમિટીની બેઠક યોજાઈ હતી. આ ડિસ્ટ્રીક્ટ લેવલ એડવાયઝરી કમિટીનો મુખ્ય હેતુ જિલ્લામાં લોકોને સુરક્ષિત, સલામત અને પોષણયુક્ત ખોરાક મળી રહે તે રીતે The food safety & Standard Act-2006 નુ જિલ્લામાં સુચારુરૂપે પાલન થાય તથા ફુડ & ડ્ર્ગ્સ વિભાગ દ્ર્રારા કરેલ કામગીરીનું તેમજ કમિટીના સભ્યો તરફથી કાયદાના પાલન અર્થે ફુડ સેફ્ટી અંતર્ગત જરૂરી સુચનો માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ફુડ & ડ્ર્ગ્સ વિભાગ, મહેસાણાના ડેઝીગ્નેટેડ ઓફિસર અને DLAC માં મેમ્બર સેક્રેટરી વી.જે.ચૌધરી દ્ર્રારા વર્ષ-૨૦૨૪ માં કરવામાં આવેલ કામગીરી બાબતે તેમજ મહેસાણા જિલ્લાને FSSAI ન્યુ દિલ્હી દ્ર્રારા આપવામાં આવેલ BHOG, કેમ્પસ, વેજીટેબલ માર્કેટ, સ્ટ્રીટ ફુડ હબના સર્ટીફીકેશન એવોર્ડ બાબતે પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ફુડ & ડ્ર્ગ્સ વિભાગ મહેસાણા દ્ર્રારા છેલ્લાં ૦૬ માસમાં ફુડ લાયસન્સ અને રજીસ્ટ્રેશનની રૂ. ૬૫,૫૧,૨૦૦/- ની ફી પેટે રેવન્યુ સરકારશ્રીમાં જમા થયેલ છે. ગુડ ગર્વનન્સ હેઠળ ફુડ લાયસન્સ/રજી. નાં મહેસાણા જિલ્લામાં ૦૪ કેમ્પ કરી કુલ ૧૩૩ પેઢીઓને સ્થળ પર જ લાયસન્સ/રજી. આપવામાં આવ્યા છે. છેલ્લાં ૦૬ માસમાં કુલ ૦૭ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત મીલ્ક & મીલ્ક પ્રોડ્કટ્સ, ડ્રાયફુટ & નટ્સ, સ્પાઇસીસ, મેંગો મીલ્ક શેક, મીલેટ્સ તથા એડીબલ ઓઇલનાં નમુના લેવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લાની એડ્જ્યુડેકેટીંગ કોર્ટમાં કુલ ૧૩ કેસો દાખલ કરી રૂ. ૨૨ લાખથી વધુનો દંડ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ઇટ રાઇટ ઇન્ડીયા અંતર્ગત ઇટ રાઇટ ઇનીશીયેટીવમાં FSSAI ન્યુ દિલ્હી દ્ર્રારા મહેસાણા જિલ્લાને કુલ ૦૯ સર્ટીફીકેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જે DLAC ના અધ્યક્ષ ઇન્ચાર્જ કલેકટર ડૉ. હસરત જૈસમીન અને નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.સી.સાવલીયા તેમજ DLAC ના મેમ્બર સેક્રેટરી ડેઝીગ્નેટેડ ઓફિસરશ્રી વી.જે.ચૌધરી હસ્તે બેઠકમાં એનાયત કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં હરીહર સ્ટ્રીટ ફુડ હબ-વિસનગરને સ્ટ્રીટ ફુડ હબ એવોર્ડ, APMC વેજી.માર્કેટ-વિસનગરને વેજીટેબલ માર્કેટ એવોર્ડ, ૧.સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત કેન્ટીન-મહેસાણા, ૨. APMC કેન્ટીન-ઉંઝાને કેમ્પસ સર્ટીફિકેટ તેમજ મોઢેશ્વરી માતા ટ્ર્સ્ટ, મોઢેરા, ઇસ્કોન મંદિર-મહેસાણા, કેશરભવાની મંદિર-કડા, સિધ્ધેશ્વરી માતા મંદિર- કડા અને પિંપળેશ્વર મહાદેવ મંદિર-સાલડીને BHOG(Blissedfull hygicne offering to god) (ભગવાનને અર્પણ કરવામાં આવતાં પવિત્ર પ્રસાદ) એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.આ બેઠકમાં ડિસ્ટ્રીક્ટ લેવલ એડવાયઝરી કમિટીના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.