GUJARATMAHISAGARSANTRAMPUR
માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા સંતરામપુર- ડોળી રોડ પર પેચવર્કની કામગીરી શરૂ કરાઈ….
માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા સંતરામપુર- ડોળી રોડ પર પેચવર્કની કામગીરી શરૂ કરાઈ….
રિપોર્ટ…. અમીન કોઠારી મહીસાગર
નાગરિકોને પરિવહનની સુવિધામાં અગવડ ન પડે તે માટે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો મુજબ મહીસાગર જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત બનેલા રસ્તાઓનું સમારકામ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
વરસાદના વિરામ બાદ જિલ્લા માર્ગ અને મકાન (સ્ટેટ) દ્વારા જિલ્લાના વિવિધ માર્ગોની મરામત કામગીરીમાં હાથ ધરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા સંતરામપુર- ડોળી રોડ, સોરના બાલાસિનોર- કપડવંજ રોડ પર ડામર પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના મરામતની જરુરી કાર્યવાહી વહેલી તકે પૂર્ણ થાય તે પ્રાથમિકતા સાથે મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર કાર્ય કરી રહ્યું છે.