DAHOD

ગરબાડાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પર ગામના માથા ભારે ઈસમો દ્વારા જીવલેણ હુમલો કરતા સારવાર માટે દાહોદના ખાનગી હોસ્પિટલમાં લાવ્યા 

તા.૨૭.૧૦.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

 

Dahod:ગરબાડાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પર ગામના માથા ભારે ઈસમો દ્વારા જીવલેણ હુમલો કરતા સારવાર માટે દાહોદના ખાનગી હોસ્પિટલમાં લાવ્યા


આજરોજ તા.૨૭.૧૦.૨૦૨૪ ના રવિવાર સાંજે.૭ કલાકે વાત કરીયેતો ગરબાડાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હિતેશભાઈ સોલકીએ ગામના બાળકો માટે આવનાર લોક રક્ષકની પરીક્ષામાં સારુ પ્રદશન કરે એવા ભાવ સાથે ગામમાં આવેલ ગૌચરની ખુલ્લી જમીનમાં ગામના બાળકો માટે દોડવા ટ્રેક બનાવવાનું નક્કી કરતા ત્યારે તે ગ્રાઉનની ગામના બાળકો સાફ સફાઈ કરી રહ્યા હતા.તે દરમિયાન ગામના પ્રેમચંદ પસાયા. દિનેશભાઈ પસાયા. ઇસુબભાઈ પસાયા. પ્રકાસભાઈ પસાયા. કમલેશભાઈ પસાયા તેમજ એમના સાથે કેટલિયા મહિલાઓ યુવાનો જમીન પાસે આવી જમીનની સાફ સફાઈ કરતા બાળકોને જેમાં તેમ ગાળો બોલી માર મારી જમીન પરથી ભગાડી દીધા હતા.અને સ્થળ પર હાજર ટ્રેક્ટર અને ટ્રેકટરના ચાલકને બંધક બનાવી લઈ ગયા હતા.ત્યાર બાદ બાળકોએ હિતેશભાઈ ને ટેલિફોનીક જાણ કરી કે ગામના કેટલાય લોકો જમીન પર આવી અમને મારી અને ટ્રેકટર અને ટ્રેકટરના ચાલકને સાથે લઈ ગયા છે.જેવી જાણ થતાજ હિતેશભાઈ સ્થળ પર પહોંચતા તેમના પર તલવાર તેમજ મારક હથિયારોથી હિતેશભાઈ સોંલકી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો.અને બેભાન અવસ્થામાં તમામ પસાયા પરિવાર સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.હિતેશભાઇ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યા હોવાની જાણ પરિવાર જનોને થતા પરિવાર જનો થતા પરિવાર જનો સ્થળ પર દોડી જઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હિતેશભાઈ સોંલકીને ગરબાડાના સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.પણ હિતેષભાઇ ની તબિયત વધુ ગંભીર હોય જેને લઈ ગંભીર હાલતમાં દાહોદના ખાનગી હોસ્પિટલમાં ખસેડી પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે

Back to top button
error: Content is protected !!