બનાસકાંઠા જિલ્લા ખાતેથી જળ સંચયના કાર્યોનો પ્રારંભ કરાશે
30 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ગામ ખાતેથી જિલ્લામાં ૫૦ હજાર રિચાર્જ કુવાનિર્માણનો પ્રારંભ। રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી, અધ્યક્ષશ્રી તેમજ મંત્રીશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા ખાતેથી રિચાર્જ કુવા નિર્માણનો પ્રારંભ કરાશે રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે તથા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય જલ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ, વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી, પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત, ગૃહ મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં જળ સંચય જન ભાગીદારી હેઠળ બનાસકાંઠા જિલ્લામાં રિચાર્જ કુવા નિર્માણનો પ્રારંભ કરાશે. આ કાર્યક્રમ દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ગામ ખાતે યોજાશે. જળ એ જીવન છે — અને જો પાણી નહીં હોય તો જીવન અસ્તિત્વમાં જ રહી નહીં શકે. સમગ્ર દેશમાં ભૂગર્ભ જળને બચાવી શકાય તથા તેના તળ ઊંચા લાવી શકાય તેવા ઉમદા હેતુથી દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રવ્યાપી જળ શક્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વરસાદી પાણી બચાવવા માટે રાષ્ટ્રવ્યાપી કેચ ધ રેઈન અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. તેમણે આ અભિયાનને “જન આંદોલન” બનાવવાની અપીલ કરી હતી, જેથી દરેક નાગરિક પાણી બચાવવાના પ્રયાસોમાં સહભાગી બની શકે અને આનું સારું પરિણામ મળી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ ૫૦ હજાર જેટલા રિચાર્જ કુવા બનાવવામાં આવશે જેનું મહાનુભાવોના હસ્તે ખાતમુર્હુત કરાશે. જેમાં ૨૫ હજાર રિચાર્જ કુવા બનાસ ડેરી દ્વારા બનાવવામાં આવશે. બનાસકાંઠામાં જળ સંચયને લગતા કાર્યો થકી આગામી સમયમાં ભૂગર્ભ જળના તળને ઊંચા લાવી શકાશે અને જળ સંચયનું કાર્ય કરી શકાશે.રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાન, સરદાર પટેલ સહભાગી સિંચાઈ યોજના, અટલ ભુજલ યોજના, સૌની યોજના, વનબંધુ કલ્યાણ યોજના, પાનમ હાઈ લેવલ કેનાલ, કડાણા હાઈ લેવલ કેનાલ, જળાશયો આધારીત ઉધ્વહ્નન સિંચાઈ યોજનાઓ, કુવા અને બોર રીચાર્જ, તળાવ ઊંડા કરવા, ચેકડેમ બનાવવા, ખેત તલાવડી બનાવવી, નવીન બોર બનાવવા, વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું તેના માટે સતત કાર્યો કરવામાં આવી રહ્યા છે.