AHAVADANGGUJARAT

ગુજરાત કૉંગ્રેસનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનાં સમર્થનમાં ડાંગ જિલ્લા કૉંગ્રેસ સમિતિએ કલેક્ટરને આપ્યું..

વાત્સલ્યમ સમાચાર

  મદન વૈષ્ણવ

ગુજરાત કૉંગ્રેસનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનાં સમર્થનમાં આજરોજ ડાંગ જિલ્લા કૉંગ્રેસ સમિતિએ નશીલા પદાર્થોનાં વેચાણનાં વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યુ હતુ કે ગુજરાત એ ગાંધીજીનાં મુલ્યો અને વિચારોને હંમેશા વરેલુ રહ્યુ છે.મહાત્મા ગાંધીજીની દારૂબંધીની હાંકલનાં પગલે ગુજરાતમાં નશાખોરીને નાથવા સ્થાપના કાળથી જ તત્કાલીન સરકારે કડક કાયદાકીય જોગવાયો કરી હતી.ગુજરાતમાં દારૂ-ડ્રગ્સની બદીને લીધે યુવાનોને નશાખોરીનાં ખપ્પરમાં હોમાઈ રહ્યા છે.હાલમાં ગુજરાત દારૂ-ડ્રગ્સનું પ્રવેશદ્વાર તો બન્યું જ છે પરતું હવે નશાખોરીનું એપી સેન્ટર બની રહ્યું છે તે અત્યંત ચિંતાજનક બાબત છે.ગુજરાતમાં દરરોજ ક્યાંકથી લાખો રૂપિયાના ડ્રગ્સ, ચરસ કે ગાંજો પકડાયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે.ગુજરાતમાં કરોડો રૂપિયાના ડ્રગ્સનો કારોબાર અને હેરાફેરી બેરોકટોક થઇ રહ્યો છે.મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ સરળતાથી દારૂ મળી જાય છે. જેટલો દારૂનો જથ્થો પકડાય છે તેના કરતાં સો ઘણી ઘૂસણખોરી થાય છે.રાજ્યમાં દારૂ પકડાવવો એ સામાન્ય બાબત થઇ ગઇ છે. હવે ગુજરાતનો દરિયો કિનારો અને મેટ્રો સિટીમાં ચરસ, ડ્રગ્સ અને ગાંજા જેવા નશીલા પદાર્થોનું ચલણ વધ્યું છે.છેલ્લાં ૩૦ વર્ષથી ગુજરાતમાં ભાજપનું એકહથ્થુ શાસન છે.ગુજરાતમાં દારૂ-ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડ્યું છે. ‘ઉડતા ગુજરાત’ એ ભાજપની ‘ગીફ્ટ’ છે. બેફામ દારૂ-ડ્રગ્સની નશાખોરીને પગલે મહિલા પર અત્યાચારોની ઘટનાઓમાં મોટાપાયે વધારો થયો છે. ગુજરાતમાં કેટલી હદે ડ્રગ્સનો કારોબાર ફુલ્યો ફાલ્યો છે. રાજ્ય પોલીસ, એનસીબી, ડીઆરઆઈ સહીતની કેન્દ્ર્રીય સંસ્થાઓ રાજ્યમાં બોર્ડર પોસ્ટ, પેટ્રોલિંગ, રાઉન્ડ-ધ-કલોક સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સહીતની ટેકનોલોજી હોવા છતાં રાજ્યમાં હવાઈમાર્ગ, દરિયાઈમાર્ગ, પોર્ટ જેવા માર્ગથી ગુજરાતમાં કરોડો રૂપિયાનું હજારો કિલો ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે.જેમાં પકડાયેલા ડ્રગ્સની માત્રા હજારો કિલોમાં છે તો પાછલા બારણે આ કાળો કારોબાર કેટલો મોટો હશે.રાજ્યમાં સરકાર પાસે ડ્રગ્સની બદીને ડામવા માટે પુરતો પોલીસ ફોર્સ પણ નથી. પાંચ વર્ષમાં ગુજરાતમાં ૯૩૬૯૧ કીલો ડ્રગ્સ, ૨૨૨૯ લીટર પ્રવાહી ડ્રગ્સ તથા ૭૩૧૬૩ ડ્રગ્સ પીલ્સ-ઇન્જેક્શન પકડાયા હતા. વર્ષ ૨૦૨૦-૨૪ એમ ચાર વર્ષમાં ૧૬૦૦૦ કરોડ પકડાયાના ૧૯ કિસ્સાઓ બન્યા છે પરતું તેમાં એક પણ વ્યક્તિને સજા થઇ નથી જે ગંભીર બાબત છે.નશામુક્તિ અભીયાન, અવેરનેસ એક્ટીવીટી, ડ્રગ્સ અંગે જનજાગૃતિ કાર્યક્રમો માત્ર કાગળ પર હોય તેમ જણાઈ રહ્યું છે. સરકારે છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ સામે લડાઈ લડતી ૭૫થી વધુ સંસ્થાઓની ગ્રાન્ટ બંધ કરી દીધી છે.જેમાં દારૂ અને ડ્રગ્સને કારણે ગુજરાતની બહેન દીકરીઓ વિધવા થાય છે, યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. ત્યારે જન આક્રોશ યાત્રા દરમિયાન થરાદ જીલ્લાનાં શિવપુર ગામનાં સ્થાનિક મહિલાઓ દ્વારા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાને રજૂઆત કરવામાં આવી હતી.અમિત ચાવડાજીની સુચનાથી થરાદમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સ્થાનિક પોલીસ મથકે રજૂઆત કરી હતી.શિવપુર ગામની શાળાની બાજુમાં જ ખુલ્લે આમ દારૂ-ડ્રગ્સનું સેવન થાય.મહિલાઓની વારંવાર રજૂઆત બાદ પણ કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા. તંત્ર પાસે જવાબ માંગવાને બદલે ભાજપ સરકાર બુટલેગરોને બચાવવા-સાચવવા વકીલાત કરી રહી હોય તેમ લાગે છે.રાજ્યમાં બુટલેગરો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે અમારો હપ્તો છેક ગાંધીનગર સુધી જાય છે, અમારું કોઈ કઈ બગાડી નહીં શકે તેવી શેખી મારે છે’ ‘જેલમાંથી પત્ર લખે છે કે ભાજપના ધારાસભ્ય દારૂનાં ધંધામાં ભાગીદાર છે અને દારૂના ધંધાના હિસાબ પેટે નાણાંની ઉઘરાણી કરે છે’ આ ભાજપ સરકારની વહીવટની વાસ્તવિકતા છે. રાજ્યમાં અનેક જગ્યાએ ચાલતા દારૂ –ડ્રગ્સનાં વેપલામાં ભાજપના મોટા માથા ક્યાંકને કયાંક સંડોવાયેલ હોય તેવું અનેક વખત સામે આવી ચુક્યું છે. ત્યારે તેમની ગભરામણ સ્વાભાવિક છે.કોંગ્રેસ પક્ષ તમામ ઇમાનદાર-નિષ્ઠાવાન-કાર્યક્ષમ પોલીસ કર્મીઓને હંમેશા બિરદાવે-સલામ કરે છે. સાથે સાથે લાંચિયા-હપ્તાખોરો-ભ્રષ્ટ મળતિયાઓ-વહીવટદારોને ખુલ્લા પાડવાની જનલક્ષી કામગીરી કરતો રહે છે.મહિલા સુરક્ષા અને દારૂબંધીની કડક અમલવારી માટેની માંગણી કરતા જણાવ્યું છે કે દારૂબંધી- નશાબંધીનાં કાયદાનું સાચી રીતે કડકપણે અમલ કરો.નશાનો બેરોકટોક વેપલો બંધ કરવો. ગુજરાતનાં ભવિષ્ય એવા યુવાધનને બચાવવાની સાથે તંત્ર અને રાજય સરકારને રજુઆત કરી હતી..

Back to top button
error: Content is protected !!