AHAVADANGGUJARAT

જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલે ડાંગના ઘાણા જુથ પાણી પુરવઠા યોજનાની સ્થળ મુલાકાત લીધી…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

રાજ્યના દુર્ગમ વિસ્તારો સુધી પાણી પહોંચાડવાની નેમ સાથે આગળ વધી રહેલા રાજ્ય સરકારના પાણી પુરવઠા બોર્ડ દ્વારા, પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને અંતરિયાળ વિસ્તારો સુધી પાણી પહોંચાડી, પ્રજાજનોની વર્ષોની તરસ છિપાવવાનું પુણ્ય કાર્ય હાથ ધરાયું છે. ડાંગ જિલ્લાની મુલાકાતે આવેલ રાજ્યકક્ષાના મંત્રી પટેલે ઘાણા જુથ પાણી પુરવઠા યોજના ખાતે હેડવર્કસ ગાયગોઠણ ખાતે સ્થળ મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ  ઘાણ જુથ પાણી પુરવઠા યોજનાની સ્થળ મુલાકાત લઇ યોજના વિશે જાત માહિતી મેળવી હતી.મંત્રીએ લક્ષિત લાભાર્થીઓને પાણી પુરવઠા વિભાગની જુથ યોજનાઓથી પુરતું પીવાનું પાણી મળી રહે તે રીતના આયોજન વ્યવસ્થા કરવાં જણાવ્યું હતું. ડાંગ જિલ્લાની આહવા તાલુકાની ઘાણા નવીન જુથ પાણી પુરવઠા યોજનામાં કુલ ૧૦ ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં હયાત યોજનાના ૦૩ ગામો (૧) ગાયગોઠણ (ર) કોટબા (૩) ધવલીદોડ તેમજ જુથ યોજનામાં સમાવિષ્ટ કુલ ૦૬ નવીન ગામો (૧) ઘાણા (૨) જામલાપાડા (૩) ગાઢવી (૪) સુકમાળ (૫) દિવાનટેમ્બુન (૬) જામનવિહિર ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે. જે નવીન જુથ યોજનાની કુલ ૦૯ ગામોની વસ્તી વર્ષ-૨૦૧૧ ની ૭૭૪૨ માણસોની વસ્તી માટે ભવિષ્યના ૨૦૪૯ સુધીના કાર્યકાળ સારું આશરે ૧૩૩૭૯ ની વસ્તી માટે અંદાજે ૦.૯૩૭ એમ.એલ.ડી. પાણીની જરૂરિયાત રહેશે. જે માટે ઘાણા ગામ નજીક પૂર્ણા નદીના પટમાં ૮ મી ઉંચાઈના બે બંધ સીરીઝમાં બાંધવામાં આવશે. જેમાં કુલ ૦.૫૬ એમ.એલ.ડી સંગ્રહક્ષમતા મળી શકે તેમ છે. જેમાં ડેમ ખાતે ઇન્ટેકવેલ બનાવી જયાંથી પંમ્પીંગ કરી હેડવર્કસ તરીકેના ગાયગોઠણ ગામે ૦.૯૩૭ એમ.એલ.ડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી પાણીનું શુધ્ધિકરણ કરી બાજુમાં બનાવવામાં આવેલ સંમ્પમાં પાણીનો સંગ્રહ કરવામાં આવશે. જે સંમ્પમાંથી પમ્પીંગ કરી ઉપરોકત જણાવેલ જુથ યોજનાના ગામોમાં પાઇપલાઇન ધ્વારા પાણી પુરવઠો પહોંચાડવામાં આવશે. જે યોજનાનો અંદાજીત ખર્ચ નેટ રૂા.૨૧૩૧.૩૨ લાખ નેટ તથા રૂ।. ૨૫૦૨.૭૭ લાખ ગ્રોસ થવા જાય છે. વધુમાં, ઘાણા જુથ પાણી પુરવઠા યોજનામાં સમાવિષ્ટ ૦૯ ગામો પૈકી કોટબા અને ધવલીદોડ ગામમાં હાલમાં ચેકડેમ આધારિત યોજનાથી પીવાનું પાણી મેળવે છે. જે ચેકડેમ ૦૫/૨૦૦૧ ના વર્ષમાં બનાવવામાં આવેલ જેમાં સીલ્ટ જમા થઇ ચેકડેમમાં પાણીની સંગ્રહ ક્ષમતા ખૂબ જ ઓછી થઇ ગયેલ છે. તેમજ ઘાણા, જામલાપાડા, ગાઢવી, સુકમાળ, દિવાનટેમ્બુન, જામનવિહિર, ગાયગોઠણ ગામો કુવા આધારિત પાણી પુરવઠા યોજનામાંથી પાણી પુરવઠો મેળવે છે. આ ગામોમાં કુવાઓમાં ઉનાળાની પરિસ્થિતિમાં પાણીના તળ નીચે જવાથી પાણીનો જથ્થો ઓછો થઇ જવાથી ગામોને પાણી પુરવઠો પૂરો પાડવામાં તકલીફ પડે છે. જેથી ઘાણા નવીન જુથ પાણી પુરવઠા યોજનામાં નવો ચેકડેમ બનવાથી સદર ગામોમાં પૂરતો પીવા લાયક પાણીનો જથ્થો મેળવી શકાશે.દરમિયાન મંત્રીશ્રી ઉગા ચેકડેમની મુલાકાત લઈ ખેતીવાડી સિંચાઈ સુવોધાનો તાગ મેળવ્યો હતો. આ મુલાકાત સમયે ડાંગ જિલ્લા પાણી પુરવઠા અધિકારી / કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!