GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા નવસારી જિલ્લાના પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર પ્રોજેક્ટની મુલાકાત લેવાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષાના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા આજે નવસારી જિલ્લામાં પૂર્ણા નદીના કસ્બાપાર ખાતે ચાલી રહેલા ટાઇડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન પ્રોજેક્ટની પ્રગતિ હેઠળની કામગીરી અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી મતવિસ્તારના ધારાસભ્ય રાકેશભાઇ દેસાઇ, જલાલપોર ધારાસભ્ય આર.સી.પટેલ,  પ્રમુખ ભુરાભાઇ શાહ, અધિક્ષક ઇજનેર સુરેશભાઇ દેશમુખ, સુરત સિંચાઇ વર્તુળ, સુરત, કાર્યપાલક ઇજનેર પ્રિયંકકુમાર પટેલ ડ્રેનેજ વિભાગ, સહિત વિવિધ મહાનુભાવો નવસારી ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે અધિક્ષક ઇજનેર એસ.બી. દેશમુખ દ્વારા પ્રોજેક્ટ અંગે વિગતવાર સમજુત કરતાં જણાવ્યું હતું કે, યોજનાની કામગીરી પુર્ણ થયા બાદ નવસારી શહેર તેમજ આસપાસના ગામોમાં લાંબા સમયથી ચાલી આવતી પાણીની સમસ્યાનું નિરાકરણ મળશે. સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સુલભતા વધશે અને સિંચાઇ ક્ષેત્રે ખેડૂતોને વ્યાપક લાભ મળશે. તેમણે મંત્રીની કામગીરીની પ્રગતિ અંગે વિગતવાર જાણકારી આપી હતી. સ્થળ મુલાકાત દરમિયાન અધિક્ષક ઇજનેરશ્રીએ પ્રોજેક્ટની ટેક્નિકલ બાબતો અંગે મંત્રીશ્રીને અવગત કર્યા હતા.

મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા પ્રોજેક્ટની કામગીરી ઝડપથી પુર્ણ કરવા અંગે સુચન કર્યુ હતુ. જેથી આસપાસના ૨૧ ગામોને મીઠા પાણીનો લાભ મળી શકે.

*બોક્ષ:-*
*પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર પ્રોજેક્ટ – નાગરિકોને પીવાના પાણી અને ખેડૂતોને સિંચાઇનો મોટો ફાયદો*

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા તથા આસપાસના ગામો અને નવસારી તાલુકામાં પૂર્ણા નદીમાં દરિયાના ખારા પાણીના પ્રવેશને કારણે નદી અને બોરવેલનું પાણી પીવા તથા ખેતી માટે અયોગ્ય બન્યું હતું. નાગરિકોની લાંબા સમયથી રહેલી માંગણીને માન આપીને સરકારશ્રીએ વાઘરેચ તથા પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર પ્રોજેક્ટને મંજુરી આપી હતી. હાલમાં પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટરનું કાર્ય ૪૭ ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે. પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર પ્રોજેક્ટથી નવસારી શહેર તથા આસપાસના ૨૧ ગામોને પીવા માટે મીઠું પાણી પ્રાપ્ત થશે અને અંદાજે ૪૨૦૦ એકર જમીનને સીધો કે આડકતરી રીતે સિંચાઇનો લાભ મળશે. આ યોજનાઓ માત્ર પ્રોજેક્ટ નથી પરંતુ ખેડૂતોના સ્વપ્નો, ગામોના વિકાસ અને પાણી જેવી અમૂલ્ય સંપત્તિના સંરક્ષણનું પ્રતીક છે.

Back to top button
error: Content is protected !!