દેવગઢ બારીયા તાલુકામાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દાહોદના માર્ગદર્શન હેઠળ સીડીપીઓ દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોની યોજાઇ મિંટીગ

તા.૨૪.૦૭.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
De.Bariya:દેવગઢ બારીયા તાલુકામા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દાહોદના માર્ગદર્શન હેઠળ સીડીપીઓ દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોની યોજાઇ મિંટીગ
લાભથી વંચિત કિશોરીઓને પોષણ ટ્રેકરમાં નામ એડ કરી લાભ અપાવવા માટે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા કરાયા સુચન દાહોદ જિલ્લામાં સૂપોષિત દાહોદ કાર્યક્રમ ચાલી રહ્યો છે જે અંતર્ગત બાળકોને સૂપોષિત કરવા કામગીરી કરવામાં આવે છે. આ અન્વયે સૂપોષિત દાહોદ એપ્લિકેશન હેઠળ આંગણવાડી કેન્દ્રો નિયમિત ખુલે, બાળકોને નિયમિત સવારનો ગરમ નાસ્તો, દૂધ સંજીવની અંતર્ગત ફ્લેવર્ડ મિલ્ક, બપોરનું ગરમ ભોજન મેનુ મુજબ મળે, ભોજનની ગુણવત્તા સારી રહે તે અંગે મોનીટરીંગ કરવામાં આવે છે. તેમજ કેન્દ્રમાં બાળકોને રોજની થીમ મુજબ પૂર્વ પ્રાથમિક શિક્ષણ અપાય અને પોષણ સુધાના લાભાર્થી ને મેનુ મુજબ બપોર નું ભોજન મળે તે સુનિશ્ચિત કરવામાં આવે છે તદુપરાંત આંગણવાડી કેન્દ્રમાં ચાલી રહેલ પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં લાભાર્થીને આધાર નંબર સાથે ઇ -વેરિફાય કરી e-kycની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અંગે સૂચના આપવામાં આવી હતી. તેમજ જે કિશોરીઓ લાભથી વંચિત છે તેઓના નામ પોષણ ટ્રેકરમાં એડ કરી લાભ અપાવવા માટે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા જણાવાયું હતું




