સિટી સ્પોર્ટસ ક્લબ ખાતે ૬૯ મી અખિલ ભારતીય શાળાકીય રમતો અંતર્ગત વિવિધ રાજ્યકક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, રાજ્ય સરકાર, ગાંધીનગર, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર, જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, જૂનાગઢ, ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટસ કોચિંગ સેન્ટર, જૂનાગઢ દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર, જૂનાગઢના માર્ગદર્શન અનુસાર ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા રમત ગમત અધિકારી શ્રી મનીષ કુમાર જીલડીયાએ જણાવ્યું હતું કે, ગત તા. ૨૫ થી તા.૦૧ ઓક્ટોબર સુધી જૂનાગઢમાં રાજ્યકક્ષાની અંડર ૧૭ અને અંડર ૧૯ કેટેગરી અન્વયે ભાઈઓ અને બહેનો માટેની વેઇટ લિફટિંગ અને કબડ્ડીની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે આ ખેલાડીઓને માર્ગદર્શન મળે, તેઓ પ્રોત્સાહિત થાય તે માટે રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ રમતોમાં વિજેતા થયેલા આપણા મહાન ખેલાડીઓના સ્ટેન્ડિંગ લગાવવામાં આવ્યા છે. તેમજ સરકારશ્રીની વિવિધ સ્પર્ધાઓની સવિસ્તાર માહિતી આપતા બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. આ તમામ ખેલાડીઓને રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન જઈને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું જેથી તેમનો ઉત્સાહ વધે. તેમની રહેવા, જમવા, પ્રેક્ટિસ તમામ નાની મોટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સમગ્ર અને સુચારુ આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. જેને તમામ સ્પર્ધકોએ આવકારી હતી. તેમજ બહારના રાજ્યોમાંથી જેમ કે રાજસ્થાનમાંથી નિર્ણાયકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આમ આ તમામ સ્પર્ધાઓ સંપૂર્ણ રીતે પારદર્શક અને નિષ્પક્ષ રાખવામાં આવી છે.આ સમગ્ર સ્પર્ધાનું સૌપ્રથમ વાર નેશનલ ટેલિવિઝન ઉપર લાઈવ બ્રોડકાસ્ટિંગ પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્પર્ધાના સ્થળ ઉપર જ ખેલાડીઓને ફીઝીયોથેરેપીસ્ટ અને ફર્સ્ટ એઇડ કીટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. વેઇટ લિફ્ટિંગ અને કબડ્ડીની સત્તાવાર મેચ શરુ થાય તે પૂર્વે ખેલાડીઓને પ્રેક્ટિસ અને વોર્મઅપ કરાવવા માટે પ્રેક્ટીસ એરેના પણ બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ તેઓ મેઈન એરેનામાં મેચ શરુ કરી શકે. આમ સમગ્ર સ્પર્ધાનું ખુબ જ સરસ અને આધુનિક ઢબે સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલેખનીય છે કે, SGFI રાજ્યકક્ષાએ કબડ્ડી અંડર ૧૪ ભાઈઓની કેટેગરીમાં પ્રથમ ક્રમાંકમાં ગાંધીનગર ગ્રામ્ય, દ્વિતીય ક્રમાંકમાં ભરૂચ અને તૃતીય ક્રમાંક પર સુરત ગ્રામ્ય વિજેતા બન્યું છે. કબડ્ડી અંડર ૧૭ ભાઈઓની કેટેગરીમાં પ્રથમ ક્રમાંક ઉપર વડોદરા શહેર, દ્વિતીય ક્રમાંક ઉપર સુરત ગ્રામ્ય અને તૃતીય ક્રમાંક ઉપર અમદાવાદ શહેર વિજેતા બન્યું છે.SGFI રાજ્યકક્ષાએ કબડ્ડી અંડર ૧૯ ભાઈઓની કેટેગરીમાં પ્રથમ ક્રમાંક ઉપર અમદાવાદ શહેર, દ્વિતીય ક્રમાંક ઉપર ગીર સોમનાથ અને તૃતીય ક્રમાંક ઉપર વડોદરા શહેર વિજેતા બન્યું છે.તેમજ SGFI રાજ્યકક્ષાએ અંડર ૧૪ અને અંડર ૧૭ ભાઈઓની વેઇટ લિફ્ટીંગ સ્પર્ધામાં અંદાજિત ૩૫૦ જેટલા અને અંડર ૧૪ અને અંડર ૧૭ બહેનોની સ્પર્ધામાં અંદાજિત ૨૬૦ જેટલા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેનું લાઈવ પ્રસારણ Sportvot channel ના માધ્યમથી ભારતભરના દર્શકો આ સ્પર્ધા નિહાળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ