આમોદ: દોરા એકસપ્રેસ હાઇવે રેસ્ટ હાઉસની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો, “સિલ્કી” ડોગની મહત્વની ભૂમિકા

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ આમોદના દોરા ગામે દિલ્હી – મુંબઇ એકસપ્રેસ વે નજીકના મકાનમાંથી રૂ.3.58 લાખના ચોરીના મામલામાં પોલીસે ડોગની મદદથી ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આમોદ પોલીસને મળી સફળતા દોરા ગામે મકાનમાંથી રૂ.3.58 લાખની થઈ હતી ચોરી પોલીસે ડોગ સ્કવોડની લીધી મદદ સિલ્કી નામના ડોગે આરોપીને પકડવા પોલીસની કરી મદદ ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કરાયો
ભરૂચ આમોદના દોરા ગામે દિલ્હી – મુંબઇ એકસપ્રેસ વેના પાર્કિંગ એરિયા પાસેના મકાનમાં રહેતાં અને અનેહાઇવે પર આવેલાં ઢાબાના મેનેજર રાકેશ મહેતાના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતાં. તસ્કરોએ તેના રૂમમાંથી 3.58 લાખ રોકડા તેમજ અન્ય દસ્તાવેજ ભરેલું આખેઆખુ લોકર ઉઠાવી ગયાં હતાં.આમોદ પોોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ મામલામાં સૌ પ્રથમ પોલીસે દોરા અને આસપાસના શંકાસ્પદ વ્યક્તિઓને ડિટેઇન કર્યા હતા ત્યાર બાદ ભરૂચ જિલ્લા ડોગ સ્ક્વોડને મદદ માટે બોલાવાય હતી.અધિકારીઓ ડોગ સ્ક્વોડમાં સામેલ સિલ્કી નામના ડોગને લઈ આમોદ પહોંચ્યા હતા અને લાઇનબધ્ધ ઉભા રહેલ શંકાસ્પદ વ્યક્તિઓ પાસે ડોગને લઇ જવામાં આવ્યું હતુ જેમાં
સિલ્કી ડોગે બનાવ સ્થળની સ્મેલ આધારે આરોપીને ઓળખી બતાવ્યો હતી.પોલીસે ડોગે ઓળખી બતાવેલ આરોપી અને દોરા ગામના જ રહેવાસી ચિરાગ વાળંદની પૂછપરછ કરતા તેણે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી કાયદેરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ડોગની મદદથી પોલીસે ગણતરીના સમયમાં જ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. પોલીસ વિભાગમાં આ પ્રકારના ડોકની વિશેષ તાલીમ આપવામાં આવે છે જેથી તે આરોપીઓ સુધી પહોંચી શકે આ મામલામાં પણ ચોરીના સ્થળની સ્મેલ આપી પોલીસની ટ્રેકિંગ ડોગ સીલ્કીને હિસ્ટ્રીશીટરોની સ્મેલ આપવામાં આવતા તેણે ગુનાનો આરોપીને ઝડપી પાડવામાં પોલીસની મદદ કરી હતી.




