
નાગરિકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં તા.૨૪ ડિસેમ્બર ૨૦૨૫ બુધવારના સવારે ૧૧ કલાકે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા મથકે યોજાશે. તા.૨૩ ડિસેમ્બર ૨૦૨૫ મંગળવારના રોજ સવારે ૧૧ કલાકે દરેક તાલુકા મથકે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે, જેમાં સંબંધિત અધિકારીશ્રીઓ તાલુકા મથકે ઉપસ્થિત રહેશે.નાગરિકો એ જિલ્લા સ્વાગતમાં પોતાની રજૂઆતો/ફરિયાદો/પ્રશ્નો/ પુરતી માહિતી અને પુરાવા સાથેની અરજી ચાલુ અંગ્રેજી માસની તારીખ ૧ થી ૧૦ સુધીમાં ઓનલાઈન માધ્યમથી રજૂ કરવાની રહેશે. જિલ્લા સ્વાગત, જિલ્લા કક્ષાના કાર્યક્ષેત્રમાં આવતી હોય તેવી અરજીઓ, તાલુકા સ્વાગતમાં જે રજૂઆતનો નિકાલ ન થયો હોય અને અરજદાર જિલ્લા સ્વાગતમાં રજૂ કરે તેવી અરજીઓનો સમાવેશ કરવાનો રહેશે.અરજદારે જે પ્રશ્નોનું નિકાલ તાલુકા સ્વાગતમાં આવી શકે તેમ હોય, તેવી રજૂઆતો પ્રથમ તાલુકા સ્વાગતમાં રજૂ કરવી અને તાલુકા સ્વાગતમાં જે રજૂઆતનો નિકાલ ન થાય તો પછી જિલ્લા સ્વાગતમાં રજૂ કરવી. અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે. એક જ સમયે અને વિષયોને લગતી રજૂઆતો કરી શકશે નહીં અરજદારજિલ્લાસ્વાગતમાં HTTP://SWAGAT.GUJARAT.GOV.IN/CITIZEN_ENTRY_DS.ASPX?FRM=WS પર ઓનલાઇન રજૂઆત મોકલી શકશે. તેમ જૂનાગઢ જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




