BHARUCHJHAGADIYA

ઝઘડીયા તાલુકાના રાજપારડી થી વાજતે ગાજતે શ્રીજી ની શોભાયાત્રા નીકળી,મોડી સાંજે ભાલોદ નર્મદા નદી કિનારે વિસર્જન કરાયુ

ઝઘડિયા તાલુકામાં દસ દિવસનું ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ વિઘ્નહર્તાએ વિદાય લીધી

 

ગણપતિ વિસર્જન સમયે ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ભક્તોએ ગજાનનને વિદાય આપી

 

આજે દસ દિવસનું ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ વિઘ્નહર્તા ગણેશજીએ વિદાય લીધી હતી,ત્યારે ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારોની જેમ ઝઘડિયા તાલુકામાં પણ બપોર બાદ ચારથી પાંચના સમય દરમિયાન ગણપતિ વિસર્જનના કાર્યક્રમ યોજાયા હતા. તાલુકા મથક ઝઘડિયા સહિત તાલુકાના રાજપારડી, ઉમલ્લા,ધારોલી,ગોવાલી,પાણેથા,ભાલોદ,અવિધા,સારસા,રાણીપુરા સહિતના વિસ્તારના ગામોએ ઠેરઠેર ટેમ્પો ટ્રેકટર જેવા વાહનોમાં બિરાજીને ગણપતિ દાદાની ભવ્ય સવારી નીકળી હતી. સાથેસાથે ભક્ત સમુદાય દસ દિવસ ગણપતિ દાદાની સેવા કર્યા બાદ ગણપતિ દાદાની વિદાય સમયે ગણપતિ દાદા મોરિયાના નાદ સાથે ગણપતિ વિસર્જનમાં જોડાયો હતો. ગણેશ વિસર્જન સમયે તાલુકામાં ઠેરઠેર ગણેશમય માહોલ જોવા મળ્યો હતો. ઝઘડિયા નગર સહિત પંથકના વિવિધ ગામોએથી મઢી ખાતે નર્મદા નદીમાં ગણપતિ વિસર્જન કરાયું હતું,રાજપારડી નગર સહિત પંથકના ગામોએથી ભાલોદ નર્મદા નદીમાં ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું જ્યારે ઉમલ્લા નગર સહિતના અન્ય ગામોએથી પાણેથા વેલુગામ વિસ્તારમાં નર્મદા નદીમાં ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું. તાલુકામાં ગણેશ ચતુર્થીના રોજ ઠેરઠેર ગણપતીની નાનીમોટી પ્રતિમાઓની વિધિવત સ્થાપના કરીને ગણપતિ મહોત્સવના આયોજન સાથે સવારસાંજ ગણપતિની આરતી પુજન સહિતના કાર્યક્રમ ઠેરઠેર યોજવામાં આવ્યા હતા. સારસા ગામે વિવિધ ફળિયાઓમાં તેમજ નવી વસાહતમાં ગણપતિ સ્થાપના કરીને ગણેશ મહોત્સવ શ્રધ્ધાપુર્વક ઉજવાયો હતો.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[“local”],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{“transform”:1},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:true,”containsFTESticker”:false

Back to top button
error: Content is protected !!