MORBIMORBI CITY / TALUKO
MORBi :મોરબીમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે સફાઈ કરવામાં આવી
MORBi :મોરબીમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે સફાઈ કરવામાં આવી
મોરબી જિલ્લામાં આવેલી વિવિધ સરકારી કચેરીઓ, ભવનોમાં દરરોજ સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવતું હોય છે. જેના ભાગરૂપે નવા જિલ્લા સેવા સદનમાં સ્થિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ફાઈલ વર્ગીકરણ, પસ્તી નિકાલ, ફર્નિચર સફાઈ અને સંપૂર્ણ કચેરીની સફાઈ કરવામાં આવી હતી.

આ સફાઈ ઝુંબેશમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજેર આર.એમ. શ્રી જે.બી.ધામી, શ્રી એસ.એન.ચારણ, શ્રી ડી.એન.રેણુકા, શ્રી પી.ડી.પટેલ, શ્રી એમ.એ.નળિયાપરા, શ્રી ટી.આર.ભેંસદડિયા, શ્રી નવીન વાણિયાએ ભાગ લીધો હતો.






