GUJARATKARJANVADODARA

રેલવે પેસેન્જર ટ્રેન ચાલુ કરવા માટે પશ્ચિમ રેલવે વડોદરા ડી.આર.એમ ઓફિસે પાઠવ્યું આવેદનપત્ર.

મૂળનિવાસી એકતા મંચ ના અઘ્યક્ષ મિનેષ એડવોકેટ એ મિયાગામ કરજણ થી મોટીકોરલ થતા મિયાગામ કરજણ થી ડભોઇ પેસેન્જર ટ્રેન ચાલુ કરવા માટે પશ્ચિમ રેલવે વડોદરા ના અધિકારી શ્રી ને કરી લેખિત રજૂઆત..

નરેશપરમાર. કરજણ

રેલવે પેસેન્જર ટ્રેન ચાલુ કરવા માટે પશ્ચિમ રેલવે વડોદરા ડી.આર.એમ ઓફિસે પાઠવ્યું આવેદનપત્ર.

મૂળનિવાસી એકતા મંચ ના અઘ્યક્ષ મિનેષ એડવોકેટ એ મિયાગામ કરજણ થી મોટીકોરલ થતા મિયાગામ કરજણ થી ડભોઇ પેસેન્જર ટ્રેન ચાલુ કરવા માટે પશ્ચિમ રેલવે વડોદરા ના અધિકારી શ્રી ને કરી લેખિત રજૂઆત.પ્રાપ્ત માહિતી અનુસાર મિયાગામ કરજણ થી મોટીકોરલ પેસેન્જર ટ્રેન વર્ષો થી ચાલતી હતી અને તે ટ્રેન અનેક ગામ ના લોકો માટે એક આશીર્વાદ રૂપ હતી.પેસેન્જર ટ્રેન ના મારફતે ગામ ના લોકો મુસાફરી કરી શકતા હતા વિધાર્થીઓ પોતાનો અભ્યાસ કરી શકતા હતા નોકરિયાત વર્ગ ખેડૂત વર્ગ વેપારી વર્ગ અપ ડાઉન કરી ને પોતાનું કામ કરી શકતા હતા પરંતું કોરોના કાળ દરમિયાન કરજણ થી મોટીકોરલ પેસેન્જર ટ્રેન ને બંધ કરવામાં આવી હતી તે આજ દિન સુધી ચાલુ કરવામાં આવી નથી જેનાથી અનેક ગામના લોકો હાલકી ભોગવી રહ્યા છે જીવ ના જોખમે ખાનગી વાહનો માં મુસાફરી કરવી પડી રહી છે ટ્રેન બંધ થવા થી સ્થાનિક લોકો ના ધંધા રોજગાર ઉપર માઠી અસર પડી છે.જેથી વહેલા માં વહેલી તકે કરજણ થી મોટીકોરલ પેસેન્જર ટ્રેન ચાલુ કરવા માટે માંગ ઉઠી છે.મિયાગામ કરજણ થી ડભોઇ નેરોગેજ લાઇન પર છેલ્લે તારીખ ૧૫/૭/૨૦૧૮ ના રોજ છેલ્લી ટીપ વાગી હતી ત્યારે પેસેન્જર ટ્રેન બંધ છે.નેરોગેજ લાઇન ને બોર્ડગેજ લાઇન માં પરિવર્તિત કરવામાં આવી છે તે બોર્ડગેજ લાઇન ની કામગીરી પૂર્ણ થયા ને લગભગ અઢી ત્રણ વર્ષ જેટલો સમય થયો છે તે બોર્ડગેજ લાઇન પર થી માલગાડી ની અવરજવર થાય છે પણ પેસેન્જર ટ્રેન ચાલુ કરવા આવી નથી જે પેસેન્જર ટ્રેન ચાલુ કરવા માટે પશ્ચિમ રેલવે વડોદરા ડી આર એમ ઓફિસે લેખિત માં રજૂઆત કરવામાં આવી અને મૂળનિવાસી એકતા મંચ ના અઘ્યક્ષ મિનેષ એડવોકેટ એ મિયાગામ કરજણ થી મોટીકોરલ અને મિયાગામ કરજણ થી ડભોઇ પેસેન્જર ટ્રેન વર્ષો થી બંધ છે એ બનેવ ટ્રેન ને વહેલા માં વહેલી તકે જાહેર જનતા વિશાળ હિત માં ચાલુ કરવા ની માંગ કરી છે.

Back to top button
error: Content is protected !!