DEDIAPADANARMADA

દેડિયાપાડા તાલુકાની સરકારી તાલુકા પુસ્તકાલયમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ 

દેડિયાપાડા તાલુકાની સરકારી તાલુકા પુસ્તકાલયમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ

તાહિર મેpમણ : ડેડીયાપાડા – 18/10/2023- સ્વચ્છતા અભિયાનને વધુ વ્યાપક બનાવવા દેડિયાપાડા તાલુકાની સરકારી તાલુકા પુસ્તકાલયમાં યુવાપેઢી દ્વારા સ્વચ્છતા અંગેની ઝુંબેશ હાથ ધરાઇ હતી. આ પુસ્તકાલયમાં દેડિયાપાડાના આજુબાજુના વિસ્તારોમાથી યુવાપેઢીપઓ કારકિર્દી, UPSC, GPSC ની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે આવે છે. તેમના અભ્યાસની સાથોસાથ સૌને સ્વચ્છતા હી સેવાનો સુંદર મેસેજ આપ્યો છે.

 

કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતા માટેના જન-આંદોલનની ઉજવણી કરવાનું આહવાન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન- ગ્રામીણ અને શહેરી દ્વારા સંયુક્ત રીતે “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વચ્છતા હી સેવાના સૂત્ર સાથે સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા અંગે કામગીરી કરવામાં આવી રહી છે અને અભિયાનને પ્રબળ બનાવવામાં આવી રહ્યું છે.

 

સમગ્ર રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં પણ “સ્વચ્છતા હી સેવા” અભિયાન હેઠળ તાજેતરમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ જાહેર રસ્તાઓની સફાઈ કરવા માટે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત વિવિધ પ્રકારની સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તીઓ હાથ કરવામાં આવી હતી.

 

  1. આ સ્વચ્છતા ઝુંબેશમાં જિલ્લા અને તાલુકા કક્ષાના પદાધિકારીઓ, ગામના સરપંચ, ચૂંટાયેલા સભ્ય, તલાટી-કમ-મંત્રી, આંગણવાડીની બહેનો, જન-પ્રતિનિધિઓ તેમજ નાગરીકોએ આપેલા હેર માર્ગોની સારી રીતે સફાઈ કરવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!