ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ : મ્રુતક યુવકે દારૂની બોટલ ફોડી નાખતાં ત્રણ મિત્રો ઉશ્કેરાઇ જઇ યુવકને ચપ્પુના ઘા જીકી મોતને ઘાટ ઉતાર્યો, ત્રણ આરોપીઓને ઇસરી પોલીસે ઝડપી પાડ્યા

મેઘરજના લાલપુર ગામે યુવકની હત્યાનો મામલો

મેઘરજ : મ્રુતક યુવકે દારૂની બોટલ ફોડી નાખતાં ત્રણ મિત્રો ઉશ્કેરાઇ જઇ યુવકને ચપ્પુના ઘા જીકી મોતને ઘાટ ઉતાર્યો, ત્રણ આરોપીઓ ને ઇસરી પોલીસે ઝડપી પાડ્યા

મેઘરજ તાલુકાના લાલપુર ગામે ગામમાં લગ્નનો વરઘોડો હોય જે વરઘોડામાંથી યુવક મિત્રો સાથે ફરવા નીકળી ગયો હતો જ્યાં રેલ્લાંવાડા પાસે આવે બીટી છાપરા ગામ નજીક ગેડ નદીના પગદંડી માર્ગમાં અવારું જગ્યાએ યુવક અને તેના મિત્રો સાથે દારૂની મહેફીલ માણી રહ્યા હતા તેવામાં મ્રુતક યુવકે દારૂની બોટલ ફોડી નાખતાં ત્રણે મિત્રો ઉશ્કેરાઇ જઇ યુવકને ચપ્પુ થી ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતા પોલીસે ત્રણે આરોપીઓને જડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને ઇસરી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓ ઝડપી પાડયા હતા

લાલપુર(કુણોલ) ગામના ૨૫ વર્ષીય યુવક સંજયસિહ ભીખુસિહ રાઠોડ તા.૫/૧૨/૨૦૨૪ ના રોજ બપોરે ગામમાં લગ્ન પ્રસંગ હોય વરઘોડામાં ગયો હતો વરઘોડો ગામમાં ચાલુ હતો તેવામાં સંજયસિહ તેના મિત્રો સાથે ફરવા નીકળી ગયો હતો બીટી છાપરા નજીક સંજયસિહ અને મિત્રો દારૂનો નશો કરી રહ્યા હતા તેવામાં અંદરો અંદર બોલાચાલી થતાં મ્રુતકે દારૂ ભરેલી બોટલ તોડી નાખતાં મ્રુતક ના ત્રણે મિત્રો રોષે ધરાઇ સંજયસિહને ચપ્પુ વડે પગના ભાગે ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું પોલીસ તપાસમા સામે આવ્યું હતું જે ઘટનામાં પોલીસે હત્યાનો ગુનો નોધી ગણત્રીના સમયમાં આરોપી.જયદીપસિંહ ઉર્ફે જીતેન્દ્ર અભયસિંહ રાઠોડ રહે લાલપુર મેઘરજ,આકાશસિંહ છત્રસિંહ રાઠોડ ખડક સાઠમ્બા વીરપુર, વિરેન્દ્રસિંહ ઉર્ફે રાજુ નવનીતસિંહ સોલંકી રહે સુરપુર મોડાસા જડપી પાડયા હતા અને કોર્ટમાં રજુ કર્યા હતા જેમાં આ ત્રણ આરોપીઓ ને કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે આમાં હત્યાના ગુન્હાને અંજામ આપનાર ત્રણ આરોપીઓ ને ઝડપી પાડવામાં ઇસરી પોલીસને સફરતા હાથ લાગી હતી

Back to top button
error: Content is protected !!