
તા.૧૨.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના લીમડાબરા મુખ્ય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને શિક્ષકો ઉભા રહીને કામ કરાવતા નજરે પડ્યા આવા શિક્ષકો પર ક્યારે કાર્વાહી થશે
દાહોદ તાલુકાના લીમડાબરા મુખ્ય પ્રાથમીક શાળામાં બાળકોને શાળાના શિક્ષકો દ્વારા મજુરી કામ તેમજ સાફ સફાઈ કરાવતાં હોવાનો વિડીયો સોશીયલ મીડીયામાં વાઈરલ થતાં દાહોદ જિલ્લા શિક્ષણ વિભાગ સહિત લીમડાબરાના ગ્રામજનોમાં ચકચાર સાથે સ્તબ્ધતા વ્યાપી જવા પામી છે ત્યારે આ સંદર્ભે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ થાય તે અત્યંત આવશ્યક છે દાહોદ જિલ્લામાં જાણે રામ રાજ્ય અને પ્રજા સુખી જેવો ઘાટ જાેવા મળી રહ્યો છે. તે પછી સરકારી કચેરીઓ હોય કે શિક્ષણ વિભાગ હોય. દાહોદ જિલ્લો કોઈને કોઈ પ્રકરણમાં ચર્ચાની એરણે રહેતો આવ્યો છે. ત્યારે દાહોદના લીમડાબરા મુખ્ય પ્રાથમીક શાળાનો વિડીયો વાઈરલ થતાં વાલીઓ સહિત દાહોદ જિલ્લા શિક્ષણ વિભાગ આલમમાં ચકચાર મચી જવા પામી છે. સંભવત: આ વિડીયો થોડા દિવસો પહેલાનો છે જેમાં શાળા પ્રવેશોત્વ કાર્યક્રમના સમયગાળા દરમ્યાન હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે આ વાઈરલ થયેલ વિડીયોમાં શાળાના શિક્ષકો એક તરફ ઉભા છે અને બીજી તરફ શાળાના બાળકો સાથે મજુરી કામ તેમજ સફાઈ કામ કરાવતાં વાઈરલ વિડીયોમાં સ્પષ્ટ જાેવાઈ રહ્યું છે. આ વિડીયો સોશીયલ મીડીયામાં વાઈરલ થતાંની સાથે શાળામાં અભ્યાસ કરતાં બાળકોના વાલીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ મામલે તપાસ હાથ ધરવામાં આવે અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વાલીઓમાં અંદરખાને માંગણીઓ ઉઠવા પામી છે. ત્યારે આ મામલાને ગંભીરતાથી લઈ દાહોદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ વાઈરલ વિડીયોની તટષ્ઠ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તે જરૂરી છે





