DAHODGUJARAT

દેશ સેવામાં જોડાવા માંગતા યુવાઓ માટે જ્યારે સરકારી તંત્ર કે આગેવાનો ન જાગ્યા, ત્યારે મોટી ખરજના યુવાનોએ પોતે જ રસ્તો બનાવ્યો!

તા.૨૭.૦૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દેશ સેવામાં જોડાવા માંગતા યુવાઓ માટે જ્યારે સરકારી તંત્ર કે આગેવાનો ન જાગ્યા, ત્યારે મોટી ખરજના યુવાનોએ પોતે જ રસ્તો બનાવ્યો!

​અમને રોકી શકે એવું કોઈ નથી!” – મોટી ખરજના યુવાનોએ સ્વખર્ચે તૈયાર કર્યું પોલીસ ભરતી માટેનું મેદાન.​​દાહોદ જિલ્લાના મોટી ખરજ ગામમાં આવેલ આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરની સામે એક વિશાળ જમીન લાંબા સમયથી બિનઉપયોગી પડી હતી. ગામના અનેક આશાસ્પદ યુવાનો આગામી પોલીસ ભરતીમાં જોડાઈને દેશસેવા કરવાનું સપનું જોઈ રહ્યા છે, પરંતુ પ્રેક્ટિસ માટે યોગ્ય મેદાનનો અભાવ હતો.યુવાનોએ ગામના આગેવાનોને વારંવાર વિનંતી કરી કે આ ખાલી જમીનને સાફ કરાવી રમત-ગમત અને પ્રેક્ટિસ માટે લાયક બનાવવામાં આવે.ત્યારે વારંવારની રજૂઆતો છતાં તંત્ર કે આગેવાનો તરફથી કોઈ હકારાત્મક જવાબ કે મદદ મળી નહીં. સમય ઓછો હતો અને સપના મોટા છેવટે, યુવાનોએ કોઈની પણ રાહ જોયા વગર ‘સ્વખર્ચે’ મેદાન તૈયાર કરવાનો નિર્ણય લીધો.યુવા સંગઠન ગ્રુપ – મોટી ખરજના નેજા હેઠળ ગામના તમામ યુવાનો એકઠા થયા. ફાળો ઉઘરાવ્યો અને પોતે જ મજૂર બનીને મેદાનની સાફ-સફાઈ શરૂ કરી. આજે એ ખરાબા જેવી જમીન એક શાનદાર પ્રેક્ટિસ ગ્રાઉન્ડમાં ફેરવાઈ ગઈ છે.​”જેના ઈરાદા મજબૂત હોય છે, તેને કોઈના ટેકાની જરૂર નથી હોતી.” મોટી ખરજના આ યુવાનોએ સાબિત કરી દીધું છે કે જો એકતા હોય તો સરકારી ગ્રાન્ટ વગર પણ ગામનું ચિત્ર બદલી શકાય છે.દાહોદના મોટી ખરજ ગામના યુવાનોનું ઝનૂન જુઓ આગેવાનોએ સાથ ન આપ્યો તો શું થયું? યુવા સંગઠન ગ્રુપ દ્વારા સ્વખર્ચે ખોડિયાર માતાજીના મંદિર સામે પોલીસ ભરતી માટે ગ્રાઉન્ડ તૈયાર કરી દેવામાં આવ્યું. આ માત્ર મેદાન નથી, આ યુવાનોની સફળતાની પહેલી સીડી છે

Back to top button
error: Content is protected !!