અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ઇસરી પોલીસ સ્ટેશન ક્યારે કરશે ‘ત્રણ વાત તમારી,ત્રણ વાત અમારી ‘ અંતર્ગત લોકો સાથે સંવાદ
પોલિસ એ દરેક નાગરિક માટે સમાન છે કાયદો પણ સમગ્ર લોકો માટે એક જ છે પરંતુ કેટલીક વાર જયારે પોલિસ દ્વારા લોકોમાં જાગૃતિ કેળવવામાં આવે છે તે કેટલાક અંશે સારી નીવડે છે પરંતુ ક્યાંક એવો પણ વિસ્તાર હોય ત્યાં જાગૃતિનો અભાવ જોવા પણ મળે છે
ગુજરાત સરકાર દ્વારા પોલિસ પરિવાર થકી એક નવીન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે છે ‘ત્રણ વાત તમારી,ત્રણ વાત અમારી ‘ અંતર્ગત લોકો સાથે સંવાદ કરી લોકો ના પ્રશ્નો ને જાણવા સમજવા અને એનું નિરાકરણ લાવવું તેવીજ રીતે પોલિસ તરફથી પણ કેટલી બાબતો લોકો સાથે સંવાદ કરી વિવિધ કાયદો થી લઇ ને વિવિધ માહિતી પુરી પાડવામાં આવે છે જ્યાં અરવલ્લી જિલ્લામાં પણ આ ‘ત્રણ વાત તમારી,ત્રણ વાત અમારી ‘ અંતર્ગત લોકો સાથે સંવાદ કરી લોકોની સમસ્યાઓ ને જાણી તેનું નિરાકરણ પણ વિવિધ પોલિસ સ્ટેશન દ્વારા લાવવામાં આવે છે પરંતુ અંતરિયાર વિસ્તારમાં કેટલાક પોલિસ સ્ટેશન આવેલા છેજ્યાં લોકો સુધી ત્રણ વાત અમારી અને ત્રણ વાત તમારીનો સંવાદ કેટલીક વાર થતો નથી જેના કારણે આમ જનતા ના પ્રશ્રનો ને જાણી શકાતા નથી જેમાં મેઘરજ તાલુકામાં આવેલ ઇસરી પોલિસ સ્ટેશન જે 70 જેટલા ગામોને આવરી લેતું અને રાજેસ્થાન બોડર પર આવેલ પોલિસ સ્ટેશન છે પરંતુ અહીં છેલ્લા કેટલાય સમયથી ‘ત્રણ વાત તમારી,ત્રણ વાત અમારી ‘ અંતર્ગત લોકો સાથે સંવાદ થયો નથી જેમાં આમ જનતા ના પ્રશ્નો ને જાણવામાં રસ નથી કે શું..? એ પણ સવાલ ઉભો છે પોલિસ પરિવાર નો અભિગમ સારો છે પરંતુ જ્યાં સુધી લોકો સુધી આ અભિગમ નહિ પોહચે ત્યાં સુધી સાર્થક નિવડી શકશે નહિ ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટાભાગના ગામો ટ્રાયબલ ગામો છે જ્યાં કેટલીક વાર ક્રાઇમ થી લઈને વિવિધ ઘટના બનતી હોય છે પરંતુ આવા લોકો ને પણ જો આ અભિગમ થકી સાંભરવામાં આવે તો પણ આવા વિસ્તારમાં બનતા બનાવોને અટકાવી શકાય છે પરંતુ તે ત્યારે જ શક્ય બને જયારે ‘ત્રણ વાત તમારી,ત્રણ વાત અમારી ‘ અંતર્ગત લોકો સાથે સંવાદ કરી વધુમાં વધુ લોકો સંવાદ કરે ત્યારે જ તો આ બાબતે ઇસરી પોલિસ સ્ટેશન કંઈક વિચારે અને લોકો સાથે સંવાદ કરે તે જરૂરી છે




